...
   

હે રામ, રાજકોટમાં 27 વર્ષીય સગર્ભાનું ગભરામણ બાદ હાર્ટ-એટેકથી મોત, જ્યારે અમદાવાદમાં 30 વર્ષીય યુવકનું મોત

હે રામ, રાજકોટમાં હાર્ટ-એટેકથી 27 વર્ષીય સગર્ભાનું મોત અને અમદાવાદમાં 30 વર્ષીય યુવકને પણ…

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકથી થતા મોત ચિંતા વધારી રહ્યા છે, લગભગ દરરોજ કોઇના કોઇને હાર્ટ એટેક આવ્યાની ખબર સામે આવી રહી છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર રાજ્યમાંથી હાર્ટ એટેકની બે ખબરો સામે આવી.

જેમાં રાજકોટના સેટેલાઈટ ચોક પાસે વ્રજભુમિ રેસીડેન્સીમાં રહેતા 27 વર્ષિય કોમલબેન રાઠોડને મોડીરાત્રે ગભરામણ અને ઉલટી થયા બાદ વહેલી સવારે ચારેક વાગ્યે બેભાન થઈ ઢળી પડ્યા હતા. આ પછી પરિવાર દ્વારા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.

એવું સામે આવ્યુ છે કે કોમલબેન ચાર બહેન એક ભાઈમાં સૌથી નાના હતા અને તેમના 9 મહિના પહેલા જ મોરબી જકાતનાકા પાસે સોમનાથ ડેરી નામે દુકાન ચલાવતા યુવક સાથે લગ્ન થયા હતા. જો કે, તેમને બે માસનો ગર્ભ હોવાનું પણ સામે આવ્યું છે.

ત્યારે પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યુ છે કે કોમલબેનનું મોત હાર્ટ-એટેકથી થયુ છે. આ ઉપરાંત અમદાવાદમાંથી પણ એક યુવકનું હ્રદય બંધ થવાની ખબર આવી.

હાટકેશ્વરના સુર્યનગરમાં રહેતા 31 વર્ષીય ઈશ્વર જાદવ કે જે અસલાલીમાં ભોજનાલય ચલાવે છે, 29 જાન્યુઆરીએ એટલે કે સોમવારે ભોજનાલયની પાસે (GCRI) ‘ધ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું

અને આ દરમિયાન ઈશ્વર જાદવ સવારમાં 11 વાગ્યા આસપાસ કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા પણ ગયો હતો. જો કે, બ્લડ ડોનેટ કર્યા બાદ ભોજનાલયે પરત ફર્યો અને નાસ્તો કરીને પોતાનું કામ કરવા લાગ્યો.

આ સમયે જ બપોરે 4 વાગ્યા આસપાસ ભોજનાલયમાં તેને અચાનક ખેંચ આવી અને તે ઢળી પડ્યો. ઇશ્વર બેભાન થઈ જતા તેને તાત્કાલિક 108 એમ્બુલન્સ દ્વારા મણિનગરની એલ.જી.હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો પણ તબીબે તેને મૃત જાહેર કર્યો.

તપાસમાં એવું સામે આવ્યુ છે કે ઈશ્વર જાદવે મોતના અડધો કલાક પહેલા જ પત્ની અને તેની 4 મહિનાની દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. જોકે, પતિના મોતના સમાચાર મળતા જ પત્ની અને પરિવાર પર તો આભ ફાટી પડ્યું હતું. પ્રાથમિક તપાસમાં તો મોતનું કારણ હાર્ટ-એટેક કે ખેંચ આવવાનું અનુમાન છે. જો કે, PM રિપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ ખબર પડશે.

Shah Jina