રાજકોટમાં નશામાં ધૂત બે યુવતિઓએ મચાવી ધમાલ? છાસવાલાની દુકાન, બેફામ વાણીવિલાસ કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થતા નાસી છૂટી

દારૂ પીને રાજકોટમાં યુવતીઓની ધમાલનો વીડિયો વાયરલ, મોટી સંખ્યામાં લોકો ટોળું આવતા જ..જુઓ નીચે

તમે ઘણીવાર એવી ખબર સાંભળી હશે કે નશામાં ધૂત યુવકોએ ધમાલ મચાવી કે કોઇને માર માર્યો, પણ હાલમાં રાજકોટમાંથી નશામાં ધૂત બે યુવતિઓના ધમાલ મચાવવાની ખબર સામે આવી છે. ગત રાત્રે યાજ્ઞિક રોડ પર છાસવાલા નામની દુકાને નશામાં ચૂર બે યુવતીઓએ ધમાલ મચાવી અને દુકાનદાર સાથે બેફામ વાણીવિલાસ કર્યો. જેને લઇને મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. મામલાની જાણ થતા પોલિસ પણ દોડી ગઇ હતી પરંતુ આ પહેલાં બંને યુવતીઓ ત્યાંથી નાસી છૂટી હતી.

જો કે, આજે વહેલી સવારે પોલીસે બંનેને ફનવર્લ્ડ પાસેના મેદાનમાંથી ઝડપી પાડી. પ્રાપ્ત જાણકારી અનુસાર ગત રાત્રે બે યુવતીઓએ નશાની હાલતમાં યાજ્ઞિક રોડ પર આવેલ છાસવાલા નામની દુકાનમાં કોઇ કારણોસર ધમાલ મચાવી અને અભદ્ર ભાષાનો ઉપયોગ પણ કર્યો. બંને એટલા નશામાં હતી કે સરખી રીતે ઉભી પણ નહોતી રહી શકતી. ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને આ મામલાની જાણ થતા પોલિસ પણ દોડી આવી હતી. જો કે, પોલિસ આવી ત્યાં સુધી તો બંને યુવતીઓ નાસી છૂટી હતી.

આ પછી તેમની શોધખોળ પોલિસ દ્વારા હાથ ધરાઇ. જે બાદ આજે વહેલી સવારે ફનવર્લ્ડ નજીકથી બંનેને ઝડપી પાડવામાં આવી. આ મામલે મહિલા કોન્સ્ટેબલ બ્રિન્દ્રાબેન ગોહેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી અને તેમાં જણાવાયુ કે તેઓ જ્યારે પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સવારે 6 વાગ્યે ફનવર્લ્ડની બાજુમાં આવેલ રેસકોર્ષના મેદાનમાં બે યુવતીઓ લથડીયા ખાતી અને બકવાસ કરતી જોવા મળી. આ પછી બંનેને રોકી પૂછપરછ કરવામાં આવી પણ આ દરમિયાન તેમના મોઢામાંથી કેફી પ્રવાહી જેવી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી, જેને પગલે બે રાહદારી પંચોને બોલાવી નામ પૂછવામાં આવ્યુ તો એક યુવતીએ પોતાનું નામ લખાવ્યું.

બંને યુવતીઓ શરીરનું સમતોલન પણ જાળવી શકતી નહોતી અને તેમની આંખો જોતા નશા તળે લાલ પણ જણાઇ રહી હતી. બંને યુવતીઓ જાહેરમાં કેફી પ્રવાહી પીધેલી હાલતમાં મળી હતી. ત્યારે તેમની પાસે આ માટે કોઇ આધાર કે પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા તેમની પાસે કોઇ પરમિટ ન હોવાનું જાણવા મળ્યું. આ પછી બંને યુવતીઓ સામે જાહેરમાં કેફી પ્રવાહી પીવાનો ગુનો નોંધવામાં આવ્યો અને દિવસ દરમિયાન પોલીસ સ્ટેશને હાજર રહેવા જણાવાયુ. હાલ તો પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina