એકતરફી પ્રેમમાં પાગલ બીજા ધર્મના યુવકે 19 વર્ષિય પૂજાની કરી એવી નિર્મમ હત્યા કે… જાણી હચમચી ઉઠશો

કહેવાય છે કે જ્યારે વ્યક્તિ એકતરફી પ્રેમમાં પાગલ હોય છે ત્યારે તે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પણ સમજતો નથી. જેના કારણે તે ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતો હોય છે. આવા જ એક પાગલ પ્રેમીની ભયાનક વાર્તા હાલ સામે આવી છે. જેણે એકતરફી પ્રેમમાં છોકરીની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ છોકરીની સગાઈ થઈ હતી અને થોડા દિવસો બાદ તેના લગ્ન થવાના હતા.

આ ચોંકાવનારી ઘટના ઝાલાવાડ જિલ્લાના બાંકીપુર ગામની છે. જ્યાં ઝુબેર ખાન નામના આરોપીએ 8 ઓક્ટોબરે તેના પડોશમાં રહેતી 19 વર્ષની યુવતી પૂજાની હત્યા કરી હતી. આ યુવક યુવતિને એકતરફી પ્રેમ કરતો હતો, જ્યારે યુવતી તેની સાથે માત્ર પાડોશી તરીકે વાત કરતી હતી. આરોપી એટલો પાગલ હતો કે તેણે છોકરીને મારવા માટે બજારમાંથી બે ચાકુ ખરીદ્યા. યુવતી વાડીમાં પહોંચી ત્યારે આરોપી પણ મોકો મળતા પાછળથી ત્યાં પહોંચી ગયો હતો. જે બાદ તેણે છરી વડે હુમલો કર્યો હતો. છોકરીના પેટ પર એવી રીતે માર્યુ કે જેથી તેની બધી પાંસળીઓ દેખાવા લાગી. આ પછી પણ તેનું મન ન ભરાયુુ તો તેણે ગળા પર પણ હુમલો કર્યો.

આરોપી

થોડા દિવસ પહેલા જ પૂજાની સગાઈ થઈ હતી. પૂજાએ આરોપી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધુ હતુ અને આ પછી પણ આરોપીએ તેને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. છોકરીએ ના પાડી પછી પણ તેણે વાત કરવાનો આગ્રહ કર્યો. તે જ સમયે, બંનેના પરિવારોને પણ આ વિશે ખબર હતી. આ કારણે, તેમની વાતચીત એકબીજા વચ્ચે બંધ થઈ ગઈ. બાળકીના મોત બાદ સમગ્ર પરિવાર શોકમાં છે.

બીજી બાજુ, મદદનીશ પોલીસ અધિક્ષક અમિત કુમાર બુદાનીયાએ જણાવ્યું કે, બાળકી તેના ઘરેથી ખેતર તરફ જઈ રહી હતી. તે જ સમયે, સિરફિરા આશિક ઝુબેર ખાન ત્યાં પહોંચ્યા અને યુવતી પર છરીઓથી હુમલો કર્યો. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેને ગંભીર હાલતમાં લઇ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટરોએ પૂજાને મૃત જાહેર કરી હતી.

Shah Jina