નવા વર્ષે કુળદેવીનાં દર્શન કરી પરત ફરી રહેલા બે ભાઇઓના પરિવારને નડ્યો અકસ્માત, 8 લોકોના થયા અંતિમસંસ્કાર, આખુ ગામ હિબકે ચઢ્યુ

બે સગા ભાઈના પરિવારની નનામી ઊઠી, એકસાથે 8-8 લોકોના અંતિમસંસ્કાર થયા, આખા ગામમાં ચીસાચીસ થઇ ગઈ, જુઓ તસવીરો

હાલમાં જ નવા વર્ષની શરૂઆત થઇ છે, ત્યાં નવા વર્ષ પર ભીષણ રોડ અકસ્માતમાં અનેક લોકોના મોતની ખબર સામે આવી છે. રાજસ્થાનના ચોમુના સામોદ તાલુકાના રહેવાસી 2 સગા ભાઇઓનો પૂરો પરિવાર ઉજડી ગયો. આ અકસ્માતમાં કુલ 12 લોકોએ જીવ ગુમાવ્યો જેમાં એક જ ગામના 9 લોકો સામેલ છે. આ 9 લોકોમાંથી એક જ પરિવારના 8 લોકો સામેલ છે. સીકરના ખંડેલા સ્થિત ગણેશ ધામ મંદિરમાં દર્શન કરવા જતા સમયે ત્રણ વાહનોની જોરદાર ટક્કર થઇ હતી

અને આ દર્દનાક અકસ્માતમાં ચોમુના સામોદ વિસ્તારના એક જ પરિવારના 8 લોકો મોતને ભેટ્યા હતા. ત્યાં એક અન્ય સામોદ નિવાસી યુવકનું પણ મોત થયુ હતુ. આ દર્દનાક અકસ્માતને પગલે સામોદમાં સન્નાટો પ્રસરી ગયો હતો અને મોડી રાત સુધી ઘરોમાં ચુલા પણ સળગ્યા નહોતા. સોમવારના રોજ પૂરા સામોદમાં વેપારીઓએ પોતાના પ્રતિષ્ઠાન બંધ રાખ્યા અને મેડિકલની દુકાનો પણ આ દર્દનાક ઘટનાના શોકમાં બંધ રહી,

એક જ પરિવારના 8 લોકોના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર થવાથી પૂરા ગામમાં માતમ પ્રસરી ગયો હતો. મૃતકોની માતા સહિત ઘરના અન્ય પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ હતી. આસપાસના ગામ સહિત હજારો લોકો અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. આ ઘટનાથી બધાની આંખો નમ હતી. જણાવી દઇએ કે, આ અંતિમ સંસ્કારમાં ચોમુ વિધાયક રામલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રી સુભાષ મહરિયા સહિત સ્થાનિક સામોદ સરપંચ સહિત અન્ય લોકો પણ સામેલ થયા હતા.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

સામોદના 2 ભાઇઓ કૈલાશચંદ્ર અને સુવાલાલના પરિવારના 12 સભ્ય પિકઅપ લઇને નવા વર્ષના પહેલા દિવસે સવારે લગભગ 8 વાગ્યા આસપાસ કુળદેવી જીણ માતાને શીશ નમાવવા ગયા હતા. દર્શન બાદ બધા ઘરે પરત ફરી હતા ત્યારે આ દરમિયાન મહિલાઓ મંગળ ગીત ગાઇ રહી હતી. સાંજે લગભગ સાડા ચાર વાગ્યા આસપાસ ખંડેલા રોડ પર ગૌરિયા મોડ પર તેમની પિકઅપ પહેલા બાઇક સાથે ટકરાઇ અને ટ્રકમાં ઘુસી ગઇ.

આ અકસ્માતમાં 12 લોકોના મોત થઇ હયા, જેમાં કૈલાશચંદ્રના બે દીકરા વિજય અને અજય, દીકરી રેખા, વિજયની પત્ની રાધા, સુવાલાલની બંને વહુઓ પૂનમ અને અનુરાધા તેમનો પૌત્ર આરવ તેમજ પૌત્રી નિક્કૂની મોત થઇ ગઇ. આ સાથે બીજા મોહલ્લાના યુવક અરવિંદનું પણ મોત થયુ.

Shah Jina