એકબીજાને રાખડી બાંધી અને ચાર બહેનો ભાઈના સંબંધો નિભાવતી, સુપ્રસિદ્ધ લોકગાયિકા રાજલ બારોટે ભાઈની ફરજ નિભાવીને કર્યું બહેનોનું કન્યાદાન

સ્વ. મણિરાજ બારોટની ઓળખ આજે દુનિયાભરમાં છે. તેમના દ્વારા ગાવામાં આવેલું ગીત સનેડો તો ગુજરાતના જ નહિ દુનિયાભરના ખૂણે ખૂણે ગાવામાં આવે છે. ત્યારે ગત રોજ તેમની બે દીકરીઓના લગ્ન યોજાયા હતા.

મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ તેમની ચાર દીકરી એકલી પડી ગઈ હતી. તેને કોઈ ભાઈ પણ ન હોવાથી તે સમયે રાજલ બારોટે પણ પિતાના પગલે લોકગાયક બની બહેનોને મોટી કરી હતી. ત્યારે રાજલે તેની એક મોટી બહેન અને કાલે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું.

રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં એક મોટો દાખલો બેસાડ્યો છે. સ્વ. મણિરાજ બારોટની દીકરીઓના લગ્ન પ્રસંગમાં જીગ્નેશ કવિરાજથી લઈને માયાભાઈ આહિર સહિતના કલાકારો હાજર રહ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં લોક ગાયિકા ઉર્વશી રાદડિયા, કિંજલ દવે અને ગીતાબેન રબારી પણ જોવા મળ્યા હતા.

ધામધૂમથી યોજાયેલા આ લગ્નની ઘણી તસવીરો રાજલ બારોટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી છે. જેમાં તેમની બંને બહેનોના લગ્ન ખુબ જ ધામધૂમથી થતા જોવા મળી રહ્યા છે.

રાજલને કોઈ ભાઈ નથી, પરંતુ રાજલે પોતાની બહેનોને ક્યારેય ભાઈનો ખોટ અનુભવવા નથી દીદી, અને તેમના માટે તેમનો ભાઈ પણ બની ગઈ, બે વર્ષ પહેલા પણ તેને પોતાની મોટી બહેનના લગ્નમાં એક ભાઈ બનીને જ કન્યાદાન કર્યું હતું.

ત્યારે ગત રોજ યોજાયેલા પોતાની બંને બહેનોના લગ્નમાં પણ રાજલે ભાઈ બનીને પોતાની ફરજ નિભાવી અને પોતાના હાથે જ બહેનોનું કન્યાદાન કર્યું હતું. જે રાજલ દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે.

રાજલ અને તેમની 3 બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.

પોતાની બહેનોના લગ્નની અંદર રાજલે કોઈ કમી બાકી નહોતી રાખી. પોતાની બહેનોને તે શાહી અંદાજમાં વાજતે ગાજતે મંડપ સુધી લઇ આવી, તો બહેનોના વિદાય સમયે રાજલની આંખોમાં પણ આંસુઓ છલકી આવ્યા હતા.

રાજલ બારોટની બહેનોના લગ્નની અંદર ગુજરાતના ખ્યાતનામ ગાયકોએ પણ હાજરી આપી હતી, જીગ્નેશ કવિરાજ ગરબે ઘુમતા પણ જોવા મળ્યા હતા. જેનો વીડિયો રાજલ બારોટે પોતાના ફેસબુકમાં શેર કર્યો છે.

Niraj Patel