10મી ફેલ થવા પર ઘરેથી ભાગ્યા…ઘણી રાત ભૂખ્યા સુતા, આજે 3 દેશોમાં કરોડોનો બિઝનેસ

પિતા દસમા ધોરણમાં ફેલ થવા પર ગુસ્સે થયા તો ઘરેથી ભાગ્યો દીકરો, આજે ત્રણ દેશોમાં છે કારોબાર

આ કહાની ફર્શથી અર્શ પર પહોંચવાની, નિરાશાના અંધકારથી નીકળીને પ્રકાશ ફેલાવવાની છે. ગરીબ પિતા કોઈપણ રીતે બે ટાણાનું ભોજનનો જુગાડ કરવાની સાથે સાથે બાળકોને ભણાવી-ગણાવી પણ રહ્યા હતા.એવામાં તેનો દીકરો દસમા ધોરણમાં નાપાસ થઇ ગયો તો નારાજ પિતા તેને ખુબ ખિજાયા. અહીં વાત નટ-બોલ્ટના બિઝનેસ મેન રાજસિંહ પટેલની થઇ રહી છે.જે યુપીના ઉન્નાવના રહેવાસી છે અને દસમા ધોરણમાં નાપાસ થયા પછી પિતાના ખિજાવાને લીધે તે ઘરેથી ભાગી ગયા અને હરિયાણાના રોહતકમાં પહોંચ્યા હતા. અહીં આવીને તેમણે નાના-નાના કામ કરવાનું શરૂ કર્યું. આજે રાજસિંહના ત્રણ દેશોમાં બિઝનેસ ચાલી રહ્યા છે.

રોહતક આવ્યા પછી તેમને સૌથી પહેલા નટ-બોલ્ટની કંપનીમાં નોકરી મળી ગઈ જેના પછી તેણે 75 હજાર રૂપિયા ખર્ચ કરીને મશીન ખરીદ્યા અને પોતાનું કામ કરવાનું શરૂ કર્યું. રાજ સિંહના પિતા સુંદરલાલ એક ખેડૂત હતા. પિતા માટે પાંચ દીકરાઓ અને એક દીકરીની પરવરીશ કરવી થોડી કઠિન હતી. 1986ની તે ઘટના જીવનનો સૌથી ટર્નિંગ પોઇન્ટ જણાવતા રાજ સિંહે કહ્યું કે દસમાનું પરિણામ અપેક્ષા પ્રમાણે આવ્યું ન હતું અને પિતાના ગુસ્સાને લીધે તે ઘરેથી ભાગી ગયા હતા. પિતાની નારાજાગીને લીધે તેમણે આઠ દિવસ સુધી જમ્યું પણ ન હતું.

રાજસિંહે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા જણાવ્યું કે બે વર્ષ સુધી ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘણી વાર ભૂખ્યા પણ સૂવું પડ્યું હતું. ફેક્ટરીમાં સવારે 6થી રાતના 11 સુધી કામ કરવું પડતું હતું. 1999માં તેમણે પોતાની મશીનરી લેવાનું વિચાર્યું અને તેની શોધમાં તે તાઇવાન ચાલ્યા ગયા. 2007માં પણ તે અમેરિકાથી મશીન લાવ્યા અને ત્યારે તેમણે 18 લાખની ખરીદી કરી.તે મશીન કેવી રીતે બનાવવામાં આવતી હતી તેની વીડિયો ક્લિપ બનાવીને લાવ્યા અને પોતાની ઓટોમેટિક મશીન તૈયાર કરી.તેની પત્ની પણ આ કામમાં રાજસિંહની પુરી મદદ કરતી હતી.

રાજસિંહનું કહેવું છે કે અમેરિકા, જાપાન, જર્મની, તાઇવાન અને ચીનમાં નટ-બોલ્ટની મશીનો તૈયાર થાય છે, સરકારને સુજાવ આપવામાં આવ્યો કે જો મદદ મળે તો તે નટ બોલ્ટની સસ્તી અને ઓટોમેટિક મશીન તૈયાર કરી શકે તેમ છે.આજે રાજસિંહ નટ-બોલ્ટના મોટા બિઝનેસમેન માનવામાં આવે છે અને ત્રણ દેશમાં તેનો બિઝનેસ ચાલી રહ્યો છે.

Krishna Patel