“તારક મહેતા”નો આ ફેમસ કલાકાર છોડી રહ્યો છે શો, નામ જાણી તમને પણ લાગશે ધ્રાંસકો

ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આમ તો શોના દરેક પાત્રો લોકોના દિલમાં વસેલા છે, પરંતુ ટપ્પુ સેનાને દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે. શોના દર્શકોએ તો ટપ્પુસેનાને મોટી થતી જોઇ છે, જો કે શોના ટપ્પુ અને સોનુંના પાત્રના કલાકારો બદલાઇ ચૂક્યા છે અને દર્શકો નવા કલાકારોને પ્રેમ પણ આપી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે શોના દર્શકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. શોમાં ટપ્પુનું પાત્ર અભિનેતા રાજ અનડકટ નિભાવી રહ્યો છે. અગાઉ ભવ્ય ગાંધીએ ટપ્પુની ભૂમિકા ભજવી હતી, પરંતુ 2017માં રાજ અનડકટે તેનું સ્થાન લીધું હતું.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, રાજ પણ હવે શો છોડી રહ્યો છે. જો કે શો છોડવાનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે તેની ડેટિંગની અફવાઓને કારણે તેને સિરિયલમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, જ્યારે એક પોર્ટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીનો સંપર્ક કર્યો. ત્યારે જવાબમાં અસિત મોદીએ કહ્યું, ‘મને આ વિશે કંઈ ખબર નથી. નોંધનીય છે કે ભવ્ય ગાંધીના શો છોડ્યા બાદ રાજ અનડકટ ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યો છે. ચાહકો પણ રાજ અનડકટને ખૂબ પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ અનડકટનો શો છોડવો એ ચાહકોને ખૂબ જ પરેશાન કરી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા ઘણા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો અને આ માટે તેણે પ્રોડક્શન હાઉસને વાત પણ કરી હતી. શરૂઆતમાં સિરિયલના મેકર્સ પણ આ વાતને લઇને અસમંજસમાં હતા અને આ જ અરસામાં રાજનો કોન્ટ્રાન્ક્ટ પણ રિન્યૂ થવાનો હતો, પણ તેણે પોતે જ રિન્યૂ કરવાની ના પાડી દીધી અને શોને અલવિદા કહેવાનો નિર્ણય લઇ લીધો. એટલું જ નહીં, તે ક્રિસમસ પહેલાં પોતાનું શૂટિંગ પણ પૂરું કરી લેવાનો છે અને તે બાદ તે શોમાં જોવા મળશે નહિ.

Shah Jina