ખબર વાયરલ

ભારતીય રેલવેના આ વૃદ્ધ કર્મચારીએ ઇન્ટરનેટને પણ હંફાવી દીધું, સ્પીડ જોઈને લોકો પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો

આજે ટેકનોલોજી ખુબ જ આગળ વધી રહી છે અને નવી પેઢી આ ટેક્નોલોજી સાથે સરસ તાલમેલ પણ સાધી રહી છે. પરંતુ ઉંમરવાળા લોકોને હજુ પણ આ ટેક્નોલોજી સમજમાં નથી આવતી. આજે ઘણા સરકારી ક્ષેત્રોમાં પણ નવી નવી ટેક્નોલોજી આવી ગઈ અને કેટલાક વયોવૃદ્ધ કર્મચારીઓને તકલીફ પણ થઇ રહી છે, પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને લોકોને પણ હેરાનીમાં મૂકી દીધા છે.

જો તમે ક્યારેય લોકલ ટ્રેનમાં મુસાફરી કરી હોય તો ટિકિટ ખરીદવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાથી લઈને ટ્રેનમાં ચઢવા સુધીના સંઘર્ષથી તમે સારી રીતે વાકેફ હશો. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોયા પછી તમે કહેશો કે દરેક રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પર આવા ‘સુપરફાસ્ટ’ સ્ટાફની જરૂર છે.

આ વીડિયો 29 જૂનના રોજ ટ્વિટર હેન્ડલ @mumbairailusers દ્વારા શેર કરવામાં આવ્યો હતો. તેમણે કેપ્શનમાં લખ્યું “ક્યાંક ભારતીય રેલ્વેમાં… આ માણસની સ્પીડ અદ્ભુત છે. તે 15 સેકન્ડમાં 3 મુસાફરોને ટિકિટ આપે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયોને 8 લાખ 68 હજારથી વધુ વ્યૂઝ અને 32 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ક્લિપ 18 સેકન્ડની છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વૃદ્ધ વ્યક્તિ (રેલ્વે કર્મચારી) ટિકિટ વેન્ડિંગ મશીનમાંથી ઉતાવળમાં મુસાફરોને ટિકિટ આપી રહ્યો છે. તેમની સ્પીડ એટલી ઝડપી છે કે તે 15 સેકન્ડમાં ત્રણ મુસાફરોની ટિકિટ કાપી નાખે છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે લોકો ચાચાની અદભૂત કુશળતા જોઈને દંગ રહી ગયા. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ વીડિયો તેમના વર્ષોનો અનુભવ દર્શાવે છે.