મનોરંજન

રાહુલ વોહરાનો મોત પહેલાનો વીડિયો આવ્યો સામે, પત્નીએ માંગ્યો ન્યાય, જુઓ વીડિયો

મોત પહેલા અભિનેતા રાહુલ વોહરાનો વીડિયો, ઓક્સિજનની જગ્યા ખાલી માસ્ક લગાવી ચાલ્યા ગયા ડોક્ટર્સ

અભિનેતા રાહુલ વોહરાનું રવિવારે 9મેના રોજ નિધન થયું. તેઓ કોરોના સંક્રમિત હતા અને સારવાર હેઠળ હતા. રાહુલના પત્ની જ્યોતિ તિવારી પતિના મોતથી આઘાતમાં છે. તેમણે પતિ માટે ન્યાયની માગણી કરી છે. (Image Credit/Instagram-ijyotitiwari)

રાહુલની પત્ની જ્યોતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં રાહુલનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ હોસ્પિટલની બેદરકારી વિશે જણાવી રહ્યા છે. વીડિયોમાં રાહુલ ઓક્સિજન માસ્ક હટાવીને કહે છે કે આની બહુ કિંમત છે આજના સમયમાં. તેના વગર દર્દી તરફડિયા મારીને મરી જાય છે. ત્યારબાદ તે ફરીથી માસ્ક લગાવે છે અને પછી હટાવીને કહે છે કે તેમાંથી કશું આવતું નથી.

જયોતિ તિવારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યુ કે, બધા રાહુલ માટે ન્યાય. મારો રાહુલ ચાલ્યો ગયો એ બધાને ખબર છે પરંતુ કેવી રીતે તે કોઇને ખબર નથી. આ રીતે હોસ્પિટલમાં કરવામાં આવે છે.

જયોતિએ આગળ લખ્યુ કે, ઉમ્મીદ કરુ છુ કે મારા પતિને ન્યાય મળશે. એક બીજો રાહુલ આ દુનિયામાંથી ના જવો જોઇએ, પોસ્ટ સાથે જયોતિએ #justiceforirahulvohra હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.

રાહુલ વોહરાએ શનિવારે ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને લોકો પાસે મદદની અપીલ કરી હતી. તેના ગણતરીના કલાકો બાદ તેમનું મોત થઈ ગયું. પોસ્ટમાં રાહુલે લખ્યું હતું કે મને પણ સારી ટ્રિટમેન્ટ મળી જાત તો હું પણ બચી જાત. તમારો રાહુલ વોહરા. જલદી જન્મ લઈશ અને સારું કામ કરીશ. હવે હિંમત હારી ચૂક્યો છું. તેમણે પોસ્ટમાં પોતાની ડિટેલ્સ પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Jyoti Tiwari (@ijyotitiwari)