વાહ પતિ હોય તો આવો… ક્યૂટ પત્નીને જુઓ કેવી રીતે ફેરવી
રાહુલ વૈદ્ય અને દિશા પરમાર બંને નાના પડદાના ક્યુટ અને લોકપ્રિય કપલમાંના એક છે. સિંગર અને ‘બિગ બોસ 14’ના સ્પર્ધકો રાહુલ વૈદ્ય અને દિશા પરમાર તાજેતરમાં કોલકાતા પહોંચ્યા હતા. ફેમિલી વેડિંગમાં હાજરી આપવા આવેલા રાહુલ અને દિશાએ ત્યાં ખૂબ એન્જોય કર્યું, જેનો એક વીડિયો પણ રાહુલ વૈદ્યે શેર કર્યો છે. આ વીડિયોમાં રાહુલ વૈદ્ય હાથ રિક્ષા ચલાવતો જોવા મળી રહ્યો છે, જેના પર તેની પત્ની દિશા પરમાર બેઠી છે. આ વિડિયોમાં પહેલા તો દિશા પરમાર તેની હાથ રિક્ષા પર મસ્તી કરતી જોવા મળે છે, પરંતુ બીજી બાજુ તે પડી શકે તેવો ડર પણ જોવા મળી રહ્યો છે.
જો કે, રાહુલ વૈદ્ય એકદમ આત્મવિશ્વાસુ લાગે છે અને તે ડાન્સ કરતી વખતે આ રિક્ષાને આગળ-પાછળ ફેરવીને ચલાવી રહ્યો છે. ત્યાં ઉભેલા ઘણા લોકો પણ રાહુલ અને દિશાની આ મસ્તી ભરેલી સ્ટાઈલને એન્જોય કરી રહ્યા છે. વીડિયોમાં આસપાસ ઉભેલા ઘણા લોકો દિશા અને રાહુલને અલવિદા કહેતા અને હસતા જોવા મળે છે.
આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં ‘યે લો જી સનમ હમ આ ગયે આજ ફિર દિલ લે કે’ ગીત વાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં દિશા તેના આગામી શો ‘બડે અચ્છે લગતે હૈ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. રાહુલ વૈદ્ય નવા વર્ષ પર ગોવામાં લાઈવ સ્ટેજ શો કરવા જઈ રહ્યો છે અને પોતાના કોન્સર્ટની તૈયારીમાં વ્યસ્ત છે.
સોશિયલ મીડિયા પર આ બંનેના આ વીડિયો પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, ‘દિશુલ સૌથી ક્યૂટ કપલ છે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે ખૂબ સારા પતિ છો રાહુલ વૈદ્ય’. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.
રાહુલ અને દિશાએ 16 જુલાઈ 2021ના રોજ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. રાહુલ અને દિશા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરતા હતા. જો કે, તેમના સંબંધો વિશે તેમના ચાહકો અથવા મીડિયાને ક્યારેય જાણ શુદ્ધા પણ થઇ ન હતી. રાહુલ વૈદ્ય બિગ બોસના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય સ્પર્ધકોમાંથી એક છે.
View this post on Instagram
બિગબોસ 14માં તેની જર્ની ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ શો દરમિયાન વેલેન્ટાઈનના ખાસ અવસર પર રાહુલ વૈદ્યે દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. જેમાં તેને તેના મિત્ર એલી ગોનીએ મદદ કરી હતી. રાહુલ વૈદ્ય જ્યારે બિગ બોસના ઘરમાં હતો ત્યારે દિશા સતત સોશિયલ મીડિયા પર તેને સપોર્ટ કરતી જોવા મળી હતી.
View this post on Instagram