વહેલી પરોઢીએ 4 વાગે દિલ્હીના શાક માર્કેટમાં અચાનક પહોંચી ગયા રાહુલ ગાંધી, શાકભાજીના ભાવને લઈને પણ લોકો સાથે કરી વાત… જુઓ વીડિયો

ગેરેજ બાદ હવે સવારમાં 4 વાગે શાક માર્કેટમાં પહોંચી ગયા રાહુલ ગાંધી, ત્યાં જઈને કર્યું એવું કામ કે વીડિયો જોઈને રહી જશો હેરાન… જુઓ

Rahul Gandhi in Azadpur Mandi : બૉલીવુડ સેલેબ્રિટીઓની જેમ ભારતીઓય રાજકારણીઓ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે અને તેમાં પણ PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની તો હંમેશા ચર્ચા થતી રહેતી હોય છે. રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કારણોને લઈને ચર્ચામાં રહેતા હોય છે અને તેમના વીડિયો તેમજ તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. ત્યારે હાલ તેમનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે વહેલી સવારે 4 વાગે એક શાકમાર્કેટની મુલાકાત લેવા પહોંચી જાય છે.

રાહુલ ગાંધીને જોતા ભીડ ભેગી થઇ :

ખેડૂતો અને કાર મિકેનિક્સને મળ્યા બાદ રાહુલ ગાંધી મંગળવારે વહેલી સવારે શાકભાજી વિક્રેતાઓને મળવા આઝાદપુર મંડી પહોંચ્યા હતા. આ દરમિયાન તે શાકભાજી વિક્રેતાઓને મળતો જોવા મળ્યો હતો. રાહુલ ગાંધી શાકભાજી માર્કેટમાં પહોંચતા જ લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. સમાચાર એજન્સી પીટીઆઈએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. એજન્સીએ થર્ડ પાર્ટી સોર્સના આધારે આ વીડિયો પોસ્ટ કર્યો છે.
આ પહેલા રાહુલ ગાંધી હરિયાણાના સોનીપતમાં ખેડૂતોને મળતા જોવા મળ્યા હતા.

વીડિયો થયો વાયરલ :

રાહુલ ગાંધીએ પોતે પણ તેના ટ્વિટર હેન્ડલ પરથી ફોટો શેર કર્યા છે, જેમાં તે ખેતરોમાં કામ કરતા, ટ્રેક્ટર ચલાવતા, ખેડૂતો સાથે વાત કરતા અને તેમની સાથે ભોજન લેતા જોવા મળ્યા હતા. આ સિવાય દિલ્હીના કરોલ બાગમાં મોટર મિકેનિક્સ સાથે તેની કેટલીક તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા હતા. આ દરમિયાન તેને કાર રિપેર કરતો બતાવવામાં આવ્યો હતો અને મિકેનિક સાથે વાત કરતાં તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે તેની પાસે એક KTM બાઇક છે, પરંતુ સિક્યુરિટીના કારણે તે બાઇક ચલાવતો નથી.

પહેલા પણ સામે આવી છે તસવીરો અને વીડિયો :

છેલ્લા બે મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે રાહુલ ગાંધી સામાન્ય લોકોની વચ્ચે ગયા છે અને તેમની સાથે વાત કરી છે. ભારત જોડો યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધી અલગ-અલગ રાજ્યોના પ્રવાસે ગયા અને સામાન્ય લોકો સાથે વાત કરી. તેમની મુલાકાતમાં નેતાઓ ઉપરાંત વિવિધ રાજ્યોના નેતાઓ પણ સામેલ થયા હતા. યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ સામાન્ય લોકો સાથે વાત કરી હતી.

Niraj Patel