ફરી એકવાર જોવા મળ્યો રણબીર અને આલિયાની લિટલ એન્જલ “રાહા”નો ક્યૂટ લુક, એરપોર્ટ પર મમ્મી પપ્પા સાથે આવી નજર, જુઓ

દીકરી રાહાને એક હાથમાં ઊંચકીને નીકળી પડ્યા રણબીર કપૂર- આલિયા ભટ્ટ, ક્યૂટ હુડીમાં રાજકુમારી દેખાઈ કપૂર ખાનદાનની લાડલી

Raha Kapoor’s second video goes viral : બોલીવુડના કલાકારોની જેમ તેમના સ્ટારકિડ્સ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. તેમનું પણ નાની ઉંમર જ મોટું ફેન ફોલોઇંગ પણ બની જતું હોય છે અને કેટલાક ચાહકો તો તેમના નામના ફેન પેજ પણ સોશિયલ મીડિયામાં બનવતા હોય છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ જ્યારથી માતા પિતા બન્યા હતા ત્યારથી ચાહકો તેમની દીકરી રાહાનો ચહેરો જોવા માંગતા હતા અને એક વર્ષ બાદ રણબીરે ચાહકોની ઈચ્છા પૂર્ણ કરી અને ક્રિસમસ પર દીકરીનો ચહેરો જાહેર કર્યો.

બીજીવાર જોવા મળી રાહા :

આ દરમિયાન રાહાનો વધુ એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે તેના પિતાના ખોળામાં જોવા મળી રહી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂર નાની ઉંમરમાં ફેસ સ્ટાર કિડ્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે. રાહા વિશે દરરોજ કોઈને કોઈ સમાચાર બહાર આવતા રહે છે. ખાસ કરીને આલિયાની એન્જલની એક ઝલક જોવા માટે ચાહકોનો ઉત્સાહ ઘણો વધારે છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર રાહાના લેટેસ્ટ વિડીયો જોયા પછી, ચાહકોની ઉત્સુકતા ચોક્કસપણે વધુ વધશે.

એરપોર્ટ પર હતી રણબીરના ખોળામાં :

વાયરલ વીડિયોમાં રણબીર કપૂર પોતાના પરિવાર સાથે એરપોર્ટની બહાર નીકળતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તેની સાથે પત્ની આલિયા ભટ્ટ અને પુત્રી રાહા કપૂર જોવા મળી રહી છે. રાહા તેના પિતાના ખોળામાં જોવા મળે છે, તેની ક્યુટનેસ સરળતાથી ચાહકોનું દિલ જીતી રહી છે. આવી સ્થિતિમાં ચાહકોને રાહાની ફરી એક ઝલક જોવા મળી છે. સ્થિતિ એ છે કે રાહા અને રણબીરનો આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

1 વર્ષ પહેલા બન્યા હતા માતા-પિતા :

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન બાદ ગયા વર્ષે 6 નવેમ્બરે તેમની પુત્રીનો જન્મ થયો હતો. રાહા કપૂરના માતાપિતા તરીકે, આ બંને સુપરસ્ટાર્સે નક્કી કર્યું હતું કે તેઓ થોડા સમય માટે તેની ઝલક નહીં બતાવે, આ માટે તેઓએ પેપરાજીને વિનંતી પણ કરી હતી. આવી સ્થિતિમાં તાજેતરમાં 25મી ડિસેમ્બરે એટલે કે ક્રિસમસના અવસર પર રણબીર અને આલિયાએ પહેલીવાર પેપરાજીને પુત્રી રાહા કપૂરની પહેલી ઝલક દેખાડી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel