અંબાણી પરિવાર હંમેશા હેડલાઇન્સમાં રહે છે, ખાસ કરીને આ પરિવારની વહુઓ…જેમનો ક્રેઝ સાતમા આસમાન પર છે. લોકો આખા પરિવાર વિશે અને ખાસ કરીને આ પરિવારના સૌથી નાના કપલ, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વિશે દરેક અપડેટ જાણવા માટે ઉત્સુક હોય છે. આ કપલ ખૂબ જ ક્યૂટ છે અને ઘણીવાર સાથે ખાસ ક્ષણો વિતાવતા જોવા મળે છે.
તાજેતરમાં જ અનંત-રાધિતાનો એક વીડિયો સામે આવ્યો છે જે આવતાની સાથે જ વાયરલ થઈ ગયો. આ વીડિયો જોયા પછી લોકો કહી રહ્યા છે કે તેઓ એકબીજા માટે જ બન્યા છે. અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ તેના પતિ અનંત અંબાણી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી.
તાજેતરમાં જ તે અનંત અંબાણીનો હાથ થામી શોપિંગ કરતી જોવા મળી હતી. બંને સુરક્ષા વચ્ચે જિયો વર્લ્ડ પ્લાઝા મોલમાં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન અનંત અંબાણી બ્લેક ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળ્યો હતો અને ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યો હતો. જ્યારે રાધિકાએ હળવા શેડનો લાંબો સ્કર્ટ અને ક્રોપ શર્ટ પહેર્યો હતો. આ સાથે તેણે એક ઉંચી પોની પણ બનાવી હતી.
તેણે બ્રાઉન સ્લિંગ બેગથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. આ દરમિયાન રાધિકા મર્ચન્ટનો નો મેકઅપ લુક જોવા મળ્યો હતો. ફરી એકવાર રાધિકા પોતાની સાદગીથી લોકોના દિલ જીતતી જોવા મળી. મેકઅપ વગરના લુક અને સિમ્પલ આઉટફિટ સાથે રાધિકાએ સાબિત કર્યું કે સુંદરતા ફક્ત મેકઅપથી જ નહીં પણ આત્મવિશ્વાસ અને સાદગીથી પણ આવે છે.
View this post on Instagram