મુકેશ અંબાણી અને નીતા અંબાણીની થવાવાળી વહુ રાધિકા નાની ઉંમરે બની ગઇ છે કરોડોની સંપત્તિની માલકિન

અંબાણીની થનારી પુત્રવધુ નાની ઉંમરે છે કરોડોની માલિક, રાધિકા સ્વિમિંગ, ટ્રેકિંગનો શોખ ધરાવે છે; 2019 માં ગુપ્ત રીતે….જાણો આખી સ્ટોરી

અંબાણી…આ નામ જ નહિ પરંતુ એક બ્રાન્ડ છે. મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર એક એવું નામ છે કે જેને સાંભળી પૂરી દુનિયામાં કોઇ પણ વિચારમાં પડી જાય. દુનિયાના સૌથી અમીર પરિવારમાંનો એક અંબાણી પરિવાર ઘણીવાર ચર્ચામાં રહે છે. મુકેશ અંબાણી અને પત્ની નીતા અંબાણી ત્રણ બાળકોના પેરેન્ટ્સ છે. જેમાં ઇશા અંબાણી અને આકાશ અંબાણી લગ્નના તાતણે બંધાઇ ગયા છે અને સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી તો પુત્ર પૃથ્વી અંબાણીના પિતા પણ બની ગયા છે.

ત્યાં મુકેશ-નીતા અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણી પણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવાનો છે. આ દિવસોમાં અનંતની થવાવાળી પત્ની રાધિકા મર્ચેંટ ઘણી ચર્ચામાં છે. આમ તો અંબાણી પરિવારથી તાલ્લુક રાખનારી તેમની થવાવાળી વહુની કમાણી પૂછવી એ ખોટુ રહેશે પરંતુ ચાહકો જાણવા માંગે છે કે અનંત અંબાણીની મંગેતર રાધિકા કેટલી સંપત્તિની માલકિન છે. રાધિકાની કમાણીની વાત કરીએ તો તે સાંભળી તમારા હોંશ ઉડી જશે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, રાધિકાની નેટ વર્થ 8-10 કરોડ રૂપિયા જેટલી છે. જેની તે એકમાત્ર માલકિન છે.રાધિકાનો જન્મ 16 જાન્યુઆરીએ વિરેન અને શૈલા મર્ચન્ટના ઘરે થયો હતો. વિરેન મર્ચન્ટ એડીએફ ફૂડ્સના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તેમજ એન્કોર હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અને વાઇસ ચેરમેન છે. રાધિકાને બે બહેનો છે. રાધિકાની માતા શૈલા પણ એક બિઝનેસવુમન છે. તેમના પરિવારને કચ્છિયા ભાટિયા પરિવાર કહેવામાં આવે છે.

તેઓ મૂળ કચ્છના છે. રાધિકા મર્ચન્ટે ‘બીડી સોમાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’માંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું છે. આ સિવાય ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ન્યૂયોર્કમાંથી રાજકારણ અને અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવ્યા પછી, તે ઇસ્પ્રાવા ટીમમાં એક્ઝિક્યુટિવ તરીકે જોડાઇ. તે એક રિયલ એસ્ટેટ ફર્મ છે જે સારા પરીક્ષણો ધરાવતા લોકો માટે હોલિડે હોમ બનાવે છે. રાધિકાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે હું એક એવી કંપનીમાં જોડાવા માંગુ છું જેમાં હું વાસ્તવિક યોગદાન આપી શકું.

રાધિકાને ફરવાનો ખૂબ શોખ છે, તે ઘણીવાર અનંત અંબાણી સાથે જોવા મળે છે. રાધિકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને સ્વિમિંગ અને ટ્રેકિંગનો શોખ છે. આ સાથે તે કોફી પીવાની પણ શોખીન છે. તે તેના જીવનનો સંપૂર્ણ આનંદ માણવામાં માને છે. રાધિકા અનંત અંબાણીની ભાવિ પત્ની છે.

રાધિકા અને અનંતે 2019માં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી અને ટૂંક સમયમાં જ બંને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અંબાણી પરિવાર અને મર્ચેંટ પરિવાર બંને એકબીજા સાથે ખાસ બોન્ડ શેર કરે છે.

આખી દુનિયા જાણે છે કે અંબાણી પરિવાર પૂજા પાઠમાં ખૂબ જ ગહન વિશ્વાસ ધરાવે છે, જ્યારે જયારે શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ ભગવાનના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી. આવુ જ કંઇક મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અનંત અંબાણીની ગુજરાતી બિઝનેસની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે સગાઇ બાદ જોવા મળ્યું.

દેશની સૌથી વેલ્યુએબલ અને દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના માલિક મુકેશ અંબાણીના પરિવારે 29 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના શ્રી નાથદ્વારા મંદિરમાં અનંત અને રાધિકાની સગાઇનું ફંક્શન આયોજિત કર્યુ હતું. આ સમયે તેમનું ફેમિલી ટ્રેડિશનલ આઉટફિટ્સમાં તૈયાર થયો હતો, જેની તસવીરો આજે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જો કે, મુકેશ અંબાણીની નાની પુત્રવધૂ રાધિકા મર્ચન્ટનો સિમ્પલ છતાં આકર્ષક લૂક ચર્ચાનો વિષય રહ્યો હતો. આ દરમિયાન રાધિકાએ કોઇ મોંઘાદાટ લહેંગાના બદલે સિમ્પલ શરારા સૂટ પહેર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by radhikamerchantfp (@radhikamerchant_)

Shah Jina