અંબાણી પરિવારની થવાવાળી ક્યૂટ વહુ રાધિકા મર્ચેંટનો ક્યુટ લુક, ખૂબસુરતી પર ફિદા થયા ચાહકો- જુઓ Photos

દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ બુધવારે NMACC ખાતે મ્યુઝિકલ શો ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’નું આયોજન કર્યું હતું, જેમાં ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. સેલેબ્સ આ ઇવેન્ટમાં ઘણા સ્ટાઇલિશ અવતારમાં જોવા મળ્યા હતા, ત્યારે બધા વચ્ચે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટે તેના અદભૂત લુકથી લાઈમલાઈટ લૂંટી લીધી હતી.

તે વેસ્ટર્ન આઉટફિટમાં એટલી સુંદર લાગી રહી હતી કે થોડી જ મિનિટોમાં તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. રાધિકા મર્ચન્ટે પોતાના ખૂબસૂરત લુક અને મિલિયન ડોલર સ્માઈલથી ઈવેન્ટમાં દરેકના દિલ જીતી લીધા હતા. તેણે મિડી ડ્રેસને ફેશન લેબલ Aje થી પિક કર્યો, જેમાં તે અદભૂત દેખાઇ રહી હતી.

આ સફેદ રંગના સિલ્ક ડ્રેસ પર મલ્ટીકલર્ડ પ્રિન્ટ હતી, જે હેન્ડ પ્રિન્ટેડ હતી. ડ્રેસ પર ગુલાબી, લીલા અને વાદળી રંગના મોટા ફ્લોરલ મોટિફ્સ દેખાઈ રહ્યા હતા, જે તેનો દેખાવ ખૂબ જ તાજગીપૂર્ણ બનાવી રહ્યા હતા. રાધિકાના ડ્રેસમાં ઉપરથી નીચે સુધી પ્લીટ્સની પેટર્ન હતી, જે આંખને આકર્ષે તેવી હતી. ડ્રેસ કમરથી હેમલાઇન સુધી ફઝ-ફ્રી પેટર્નમાં હતો.

જ્યારે બસ્ટનો ભાગ સારી રીતે ફીટ કરવામાં આવ્યો હતો, જેમાં તે તેના સાઇડ કર્વ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ મિડી ડ્રેસમાં હસીના એકદમ ફ્લોલેસ લાગી રહી હતી. અંબાણી પરિવારની વહુના આ ડ્રેસમાં આપેલ નૂડલ સ્ટ્રેપ તેના લુકમાં ઓમ્ફ ફેક્ટર વધારનારી લાગી. જણાવી દઇએ કે, અહેવાલ પ્રમાણે આ ડ્રેસની કિંમત સામે આવી છે, અને તે 58,100 રૂપિયા છે. રાધિકાએ હીરાના લોકેટ, નાની હીરાની બુટ્ટીઓ અને સેન્ડલ સાથે તેનો લુક કમ્પ્લીટ કર્યો.

આ પહેલા 2023માં રાધિકા મર્ચન્ટે નીતા અંબાણી કલચરલ સેન્ટરમાં એક બુક લોન્ચ ઇવેન્ટમાં કોર્સેટ અને સ્કર્ટ પહેર્યો હતો. તેમાં પણ તે ઘણી ગોર્જિયસ લાગી રહી હતી.જણાવી દઇએ કે, ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ભવ્ય ઉદઘાટને ઘણી હેડલાઇન્સ મેળવી હતી અને દેશ અને વિશ્વના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ તેમજ ઉદ્યોગપતિઓએ આમાં ભાગ લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina