રાધિકા મદાનની હોટ તસવીર થઇ સોશિયલ મીડિયા પર થઇ વાયરલ, સ્વીમિંગ પુલમાં ક્લિક કરાવી આવી તસવીર

ઈરફાન ખાનની ઓનસ્ક્રીન દીકરીએ ઇન્ટરનેટ ધુણાવ્યું, કશું જ પહેર્યા વગર માત્ર ચાદર ઓઢીને એવી એવી તસવીરો મૂકી કે…

બોલિવુડ અભિનેત્રી રાધિકા મદાન આ દિવસોમાં મુંબઇથી દૂર છે. કોરોનાથી બેફિક્ર ખૂબસુરત રાધિકા મદાને ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીર શેર કરી છે.

તસવીર શેર કરી તેણે ચાહકોને આ વાતની જાણકારી આપી છે. રાધિકા મદાનની આ બોલ્ડ તસવીર ચાહકોના દિલની ધડકનો વધારી રહી છે. થોડા સમય પહેલા રાધિકાએ એક વીડિયો શેર કર્યો હતો.

જેમાં તે ડાંસિંગ સ્ટાર માઇકલ જેકસનનુ ફેમસ મૂનવોક કરતી જોવા મળી હતી. આ વીડિયો જોઇ એવું લાગી રહ્યુ હતુ કે તે માલદીવ્સ માટે ઉડાન ભરવા જઇ રહી છે. પરંતુ તેની લેટેસ્ટ તસવીરથી એમ લાગી રહ્યુ છે કે, તે પાણીમાં આગ લાગાવી રહી છે.

રાધિકાએ તેની પુલ તસવીર શેર કરી છે. આ સાથે તેણે કેપ્શન લખ્યુ છે કે, નોટ ઇન માલદીવ્સ. રાધિકાના આ કેપ્શન પર કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ પૂછ્યુ કેમ ? આ પર એક યુઝરે લખ્યુ- સ્ટીરિયો ટાઇપ તોડવા માટે. આ પર રાધિકાએ લખ્યુ, સાચો જવાબ.

 

View this post on Instagram

 

A post shared by Radhika Madan (@radhikamadan)

તમને જણાવી દઇએ કે, મુંબઇમાં કોરોના કરફ્યુ બાદ રાધિકા નજીકમાં હોલિડે મનાવી રહી છે. ફિલ્મોમાં દેશી ગર્લનું પાત્ર નિભાવતી રાધિકા અસલ જીવનમાં ઘણી ગ્લેમરસ છે અને તે ગ્લેમરસ લાઇફસ્ટાઇલ ફોલો કરે છે. આ સાથે જ તે રિયલ લાઇફમાં ઘણી બોલ્ડ છે. એ વાતનો અંદાજ તેની તસવીરો પરથી લગાવી શકાય છે.

આ પહેલા રાધિકાએ એક તસવીર શેર કરી હતી, જેમાં તે સફેદ રંગની ચાદરમાં જોવા મળી હતી. તેણે બોબી ફિલ્મના ગીતને લોકડાઉન સાથે જોડતા લખ્યુ કે, બહારથી કોઇ અંદર ના આવી શકે અને અંદરથી કોઇ બહાર ના જઇ શકે. આ સાથે તેણે લોકડાઉન 2.0 હેશટેગ લખ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Radhika Madan (@radhikamadan)

રાધિકાએ ટીવીથી ફિલ્મો સુધીનો સફર નિભાવ્યો છે. સૌથી પહેલા તે ટીવી ધારાવાહિક “મેરી આશિકી તુમસે હી”માં હિટ થઇ હતી. આ ધારાવાહિકથી તેણે તેની એક ખાસ ઓળખ બનાવી હતી. તે બાદ તે “ઝલક દિખલા જા 8″માં જોવા મળી હતી.

ફિલ્મ “પટાખા” “મર્દ કો દર્દ નહિ હોતા” અને “અંગ્રેજી મીડિયમ”થી ધમાકો કરનાર રાધિકા ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરવા તૈયાર છે. ઈરફાન રાધિકાની આ ફિલ્મમાં ઈરફાન ખાન એક એવા પિતાના રોલમાં છે જે તેની દીકરીને સારી તાલીમ આપવાની સાથે તેના સપના પુરા કરવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે.

ઈરફાનની દીકરીનો રોલ એક્ટ્રેસ રાધિકા મદાન નિભાવી રહી છે. ઈરફાન ખાન એક એવા શખ્સના રોલમાં જે આર્થિક રીતે એટલા બધા સધ્ધર નથી છતાં તેની દીકરીને સારી શિક્ષા આપવા માંગે છે.

તો બીજી તરફ ઈરફાન ખાનની દીકરી લંડનમાં જઈને ભણવા માંગે છે, મીઠાઈની દુકાન ચલાવનાર ઈરફાન તેની દીકરીને લંડન મોકલવા માટે કંઈ કંઈ તરકીબ અપનાવે છે તે ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ અભિનેત્રી રાધિકા મદને ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની જગ્યા લીધી છે.

આ ફિલ્મમાં ઇરફાન ખાનની પુત્રીનું પાત્ર રાધિકા મદન ભજવી રહી છે. રાધિકા મદને ફિલ્મ પટાખાથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ સિવાય તે ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’માં પણ જોવા મળી હતી.

અભિનેત્રી રાધિકા મદનના જણાવ્યા અનુસાર, તેની ભૂમિકાને નેપોટિઝમની નજર લાગી શકે એમ હતી. ખરેખર ફિલ્મના નિર્માતા દિનેશ વિજન તેની ભૂમિકા સ્ટાર કિડને આપવા માંગતા હતા.

તેણે કહ્યું કે તે આ ભૂમિકા માટે મેકર્સ અને દિગ્દર્શકોને ઘણી મેહનતથી મનાવ્યા અને કહ્યું કે તે આ ભૂમિકા માટે ઘણા બધા ઓડિશન આપવા તૈયાર છે. આ પછી છેક એને આ ભૂમિકા મળી શકી. જો કે, તેમણે જવાબ આપ્યો નથી કે શું આ ઘટના ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ સાથે જોડાયેલી છે.

પરંતુ તે સ્પષ્ટ છે કે આ મામલો ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’ અંગેનો હતો, કારણ કે આ ફિલ્મમાં સારા અલી ખાનની એન્ટ્રી અંગે ખૂબ જ ચર્ચાઓ થઇ હતી. એવા અહેવાલો પણ હતા કે સારા આ ફિલ્મમાં ઇરફાનની પુત્રીનો રોલ કરશે.

આવી સ્થિતિમાં, રાધિકા મદન નામ લીધા વિના, સ્પષ્ટ રીતે સારા પર જ સવાલ ઉભા કરે છે. જો કે ફિલ્મ ‘પટાખા’ પછી હવે ઇરફાનની ફિલ્મ રાધિકા મદન માટે એક ખૂબ મોટી તક છે. રાધિકાએ નાના પડદે એક મોટું સ્થાન હાંસલ કરીને સીધા જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.

રાધિકાને બોલિવૂડથી એ ફરિયાદ પણ હતી કે તેના અભિનયને પસંદ કરનારા ડિરેકટરો પણ તેને એમ કહીને રોલ આપવાનો ઇનકાર કરી દેતા હતા કે તે સુંદર નથી. રાધિકાનું કહેવું છે કે તેને તેના લૂકને કારણે કામ મળતું ન હતું.

ઈરફાન ખાન જેમાં એક્ટર હતો એ ‘અંગ્રેજી મીડિયમ’માં પોતાના પાત્રમાં પ્રાણ પૂરવા માટે રાધિકા મદન શાકાહારી બની હતી. તેણે વર્ષ 2019 માં આવેલી ‘મર્દ કો દર્દ નહીં હોતા’ માટે માર્શલ આર્ટની ટ્રેઇનિંગ લીધી હતી, તો ‘પટાખા’ ફિલ્મ માટે 12 કિલો વજન વધાર્યું હતું.

‘અંગ્રેજી મીડિયમ’ માટે રાધિકાને સ્કૂલમાં જતી છોકરીનું પાત્ર ભજવવાનું હતું એથી તેણે પોતાના ડાયટમાં એ પ્રકારના ફેરફાર કરવાની સાથે ભારે વર્કઆઉટ પણ કર્યું હતું.

એ વિશે વાત કરતા અભિનેત્રી રાધિકા મદને કહ્યું હતું કે ‘હું ‘પટાખા’ માટે રેડ મીટ ખાતી હતી. હું જ્યારે ‘અંગ્રેજી મીડિયમ’ના ઑડિશન માટે ગઈ હતી ત્યારે મારા શરીરમાં ભરપૂર માત્રામાં ફૅટ જમા થઈ ગઈ હતી.

પ્રોડ્યુસર દિનેશ અને ડિરેક્ટર હોમીને સ્ક્રીન-ટેસ્ટ પસંદ પડ્યું હતું. તેમણે મારામાં જે ટ્રસ્ટ મૂક્યો એને કારણે હું મેન્ટલી રીતે તૈયાર થઈ હતી અને એ શેપમાં આવવા માટે મેં ચૅલેન્જ સ્વીકારી હતી.

Shah Jina