મુકેશ અંબાણીના દીકરાની સગાઈમાં લોકપ્રિય ગુજરાતી સિંગર પાર્થિવ ગોહિલે પણ આપી હાજરી…. પેપરાજીને આપ્યા પોઝ, તસવીરો થઇ વાયરલ
દેશ અને એશહીયાના સૌથી ધનાઢ્ય ઉદ્યપગપતિમાંથી એક એવા મુકેશ અંબાણીના ઘરે ગઈકાલે એક ખુબ જ ખુશીનો પ્રસંગ યોજાયો. આ પ્રસંગ હતો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના દીકરા અંનત અંબાણીની સગાઈનો. અનંત અંબાણીએ જાણીતા ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી.
રાધિકા અને અનંતની સગાઈ પારંપરિક રીતિ રિવાજ અનુસાર કરવામાં આવી હતી. જેમાં ગોળધાણાથી લઈને ચૂંદડી ઓઢાવવાની વિધિ પણ કરવામાં આવી હતી. આ ઉરપટ નીતા અંબાણીએ રાધિકાનું આરતી ઉતારીને સ્વાગત કર્યું હતું.આ સગાઈમાં ઘણા બધા સેલેબ્સે હાજરી આપી હતી.
સલમાન ખાન, અક્ષય કુમાર, રણવીર કપૂર, કૈટરીના કૈફ ઉપરાંત ગુજરાન ખ્યાતનામ સિંગર જેમને બોલીવુડમાં પણ ખુબ જ મોટું નામ બનાવ્યું છે એવા પાર્થિવ ગોહિલે પણ હાજરી આપી હતી. આ દરમિયાન પાર્થિવ ગોહિલ પેપરાજીના કેમેરા સામે ઉભા રહીને પોઝ આપતા પણ જોવા મળ્યા હતા.
રાધિકા અને અનંતની સગાઈમાં પહોંચેલા પાર્થિવ ગોહિલે લાઈટ પિન્ક રંગના કૂર્તો અને પાયઝામો પહેર્યા હતા. આ સાથે જ તેમના ચહેરા પર ખુશી પણ છલકતી જોવા મળી રહી હતી. ત્યારે આ સગાઈના સમારંભની તસ્વીરોમાં હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે પાર્થિવ ગોહિલે હાલમાં જ એક ગુજરાતી ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી. જેનું નામ “કચ્છ એક્સપ્રેસ” છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં તેમની પત્ની માનસી પારેખ જોવા મળી હતી. માનસી પારેખે પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મો અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. પાર્થિવ ગોહિલનો પણ અંબાણી પરિવાર સાથે ખાસ સંબંધ છે. આ પહેલા પણ તેઓ ગણેશ ચતુર્થીના પાવન અવસર પર પણ અંબાણી પરિવારમાં પોતાના સુર રેલાવતા જોવા મળ્યા હતા.
View this post on Instagram