રાજાના મહેલને પણ ટક્કર મારે છે પુતિનની આ 750 કરોડની યાટ, જુઓ શાનદાર તસવીરો

સમગ્ર વિશ્વમાં આજકાલ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ચર્ચા થઈ રહી છે. યૂક્રેન પર હુમલો કર્યા બાદ પુતિન ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નોંધનિય છે કે પુતિનની ગણના વિશ્વના સૌથી શક્તિશાળી નેતામાં થાય છે. તે કોઈને કોઈ પ્રકારે ચર્ચામાં રહે છે. આર્થિક રીતે સાધન સપન્ન દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન લગ્ઝરીયસ લાઈફ સ્ટાઈલ માટે પણ જાણીતા છે. તેમની સેવામાં અનેક લગ્ઝરી વાહનો હાજર રહે છે. પુતિન પાસે એક લગ્ઝરી યાટ(Yacht) પણ છે. તેની કિંમત અંદાજે 750 કરોડ રૂપિયા છે. તેની શાનદાર તસવીરો સાથે અમે તમને તેના વિશે કેટલીક માહિતી પણ આપીશું.

1. પુતિનની આ Yachtનું નામ Graceful છે. તેને રશિયાની જાણીતી શિપયાર્ડ કંપની Sevmash એ બનાવી છે.

2. આ કપંની રશિયાની નેવી માટે સબમરિન બનાવે છે.

3. H2 Yacht Designએ તેનું ઈન્ટિરિયર અને એક્સટીરિયર ડિઝાઈન કરી છે. તે પાણી પર ચાલતી શાનદાર બોટ છે.

4. તેમા હેલીપેડ,ડાઈનિંગ એરિયા,કોકટેલ બાર પણ હાજર છે,જેમા 400 થી વધારે વાઈનની બોટલ રાખી શકાય છે.

5. આટલું જ નહીં આ બોટમાં જીમ, પૂલ, લાઈબ્રેરી અને ઓફીસ માટે પણ જગ્યા છે.

6. તેના સોફા પર આરામ દાયક તકિયા રાખવામાં આવ્યા છે અને બાથરૂમમાં સંગેમરમરના પથ્થરો લગાવવામાં આવ્યા છે.

7. 82 મીટરની આ યાટ 18 સમુદ્રી મીલની ટોપ સ્પીડથી દોડી શકે છે.

8. તેમા 12 મહેમાન અને 14 સ્ટાફ આરામથી સફર કરી શકે છે.

9. તેમા મહેમાનો માટે 15 ફૂટ લાંબો અને 10 ફૂટ પહોળો સ્વિમિંગ પુલ પણ છે.

10. તેના સ્વિમિંગ પૂલને જરૂરિયાત પડલા પર ડાન્સ ફ્લોરમાં પણ કન્વર્ટ કરી શકાય છે.

11. તેના મલ્ટી ફંક્શન એરિયાને થિયેટર એરિયામાં ફેરવી શકાય છે.

12. આ યાટથી એખવારમાં 4,000 સમુદ્રી માઈલની યાત્રા કરી શકાય છે.

YC