બોક્સ ઓફિસ ઉપર જોરદાર કમાણી કરનારી ફિલ્મ “પુષ્પા”નો રંગ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે, તેના ગીતો અને અલ્લુ અર્જુનની સ્ટાઇલ ઉપર ઘણા લોકો વીડિયો પણ બનાવી રહ્યા છે અને તે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યા છે. વિદેશી ક્રિકેટરો પણ પુષ્પાના સ્ટેપ કોપી કરતા જોવા મળી રહ્યા છે.
કરોડોની કમાણી કરનારી ફિલ્મ “પુષ્પા”ના પાત્રોએ પણ દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ ફિલ્મની અંદર પુષ્પા એટલે કે અલ્લુ અર્જુનની માતાનો રોલ નિભાવનાર અભિનેત્રીના અભિનયની પણ લોકોએ ખુબ જ પ્રસંશા કરી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની માતાનો રોલ નિભાવ્યો છે અભિનેત્રી કલ્પલથાએ. તેમના જીવન સાથે જોડાયેલી કહાની પણ ખુબ જ દિલચસ્પ છે.
પુષ્પા ઉર્ફે અલ્લુ અર્જુનને ફિલ્મમાં ભાવનાત્મક એંગલ ઉમેરવા માટે નાજાયજ બતાવવામાં આવ્યો છે. અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા પુષ્પા તેની માતા સાથે ઝૂંપડીમાં રહે છે. વાર્તામાં પાછળથી, જ્યારે પુષ્પા ફ્લેશબેકમાં જાય છે, ત્યારે ખબર પડે છે કે તેના પિતા, પરિણીત હોવા છતાં, તેની માતા સાથે ગેરકાયદેસર સંબંધ ધરાવતા હતા, જ્યાં સુધી તેના પિતા જીવે છે ત્યાં સુધી બધું બરાબર ચાલે છે પણ તેમના દુનિયામાંથી ગયા પછી તેનો અસલી પુત્ર પુષ્પાનેતેની સરનેમનો પણ ઉપયોગ કરવા દેતો નથી.
શાળામાં પણ જ્યારે કલ્પલથા પુષ્પાનું નામ લખાવવા જાય છે અને ત્યાં મુખ્ય શિક્ષક આખું નામ પૂછે છે, ત્યાં પણ તેનો ભાઈ આવે છે અને પુષ્પાને ચીડવે છે અને તેને તેની અટક ન વાપરવાનું કહે છે. આ બધા પછી શરૂ થાય છે પુષ્પાની ના ઝૂકવા વાળી કસમ. જેમ જેમ ફિલ્મની વાર્તા આગળ વધે છે તેમ તેમ દર્શાવવામાં આવ્યું છે કે તેની માતા ગરીબી અને લોકોના ટોણાથી પરેશાન છે. પરંતુ પુષ્પા હંમેશા તેની ઢાલ બનીને ઊભી રહે છે. આ સાથે તેને શાંતિ પણ આપે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર કલ્પલથા 50થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને 10 સિરિયલોમાં પણ જોવા મળી છે. ફિલ્મમાં માતાની ભૂમિકા ભજવીને તેણે માત્ર દર્શકોને જ નહીં પરંતુ અલ્લુ અર્જુનને પણ પ્રભાવિત કર્યા છે. ફિલ્મના દૃશ્યોમાં લોકોને ભાવુક કરી દેનારી કલ્પલથાની ઉંમર થોડી આશ્ચર્યજનક છે.
અલ્લુ અર્જુન અને કલ્પલથા વચ્ચે માત્ર ત્રણ વર્ષનો તફાવત છે. અલ્લુ 39 વર્ષનો છે, જ્યારે કલ્પલથા 42 વર્ષની છે. મતલબ કે, ઉંમરમાં ત્રણ વર્ષનો તફાવત હોવા છતાં, તેણે સ્ક્રીન પર માતાની ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઈએ કે કલ્પલથાને બે પુત્રીઓ છે અને બંને નોકરી કરે છે. કલ્પલથાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે 14 વર્ષની હતી ત્યારે તેના લગ્ન થઈ ગયા હતા.
કલ્પલથા સોશિયલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે અને પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય કે તેણે ફિલ્મ પુષ્પામાં અલ્લુ અર્જુનની માતાની ભૂમિકા ભજવી છે. કલ્પલથા દેખાવમાં પણ ખુબ જ સુંદર છે અને તેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.