‘પુષ્પા 2’ના સેટ પર ભારે સિક્યોરિટી વચ્ચે લાલ સાડી, માંગમાં સિંદુર સાથે જોવા મળી રશ્મિકા, જુઓ વીડિયો

‘પુષ્પા 2’ના સેટ પર લાલ સાડી અને માંગમાં સિંદુર સાથે જોવા મળી રશ્મિકા મંદાના, શ્રીવલ્લીની દિલકશ અદા પર ચાહકો હારી બેઠા દિલ- જુઓ વીડિયો

‘એનિમલ’ની સફળતા બાદ રશ્મિકા મંદાના હવે અલ્લુ અર્જુન સાથે પુષ્પા 2ના શૂટિંગમાં વ્યસ્ત છે. લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેના દરેક અપડેટ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ત્યારે હાલમાં ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચાહકોને શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદાનાની ઝલક જોવા મળી.

રશ્મિકા મંદાનાની ઝલક જોયા બાદ ચાહકો આ ફિલ્મને લઇને વધુ ઉત્સાહિત થઈ ગયા છે. ‘પુષ્પા 2’માં એક્ટર્સનો લૂક, શૂટિંગ અને અન્ય તમામ બાબતોને શરૂઆતથી જ છુપાવવામાં આવી રહી છે, પરંતુ આ દરમિયાન ફિલ્મના શૂટિંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં રશ્મિકા મંદાના લાલ સાડી, ગજરા, જ્વેલરી અને માંગમાં સિંદુર સાથે જોવા મળી રહી છે.

આ લુકમાં તે ખૂબ સુંદર પણ લાગી રહી છે. શૂટિંગ લોકેશન દરિયા કિનારે છે અને આસપાસ ઘણા ચાહકો એકઠા થયા છે, જેઓ ‘નેશનલ ક્રશ’ રશ્મિકાની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. રશ્મિકા તેના ચાહકોને હસતા હસતા અને હાથ વેવ સાથે મળી રહી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે-, “આ શ્રીવલ્લીનો ફર્સ્ટ લુક છે.”

ચાહકોને આશા છે કે અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ‘પુષ્પા 2’ તેના પહેલા ભાગ કરતા પણ મોટી બનવા જઈ રહી છે. થોડા સમય પહેલા રશ્મિકાએ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે ‘પુષ્પા 2’ના એક ગીતનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. તેણે એ પણ જણાવ્યું કે આ ફિલ્મને ‘પુષ્પાઃ ધ રાઇઝ’ જેવી હિટ બનાવવા માટે આખી ટીમ સખત મહેનત કરી રહી છે.

‘પુષ્પા 2’ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થશે. ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’નો પહેલો ભાગ વર્ષ 2021માં રિલીઝ થયો હતો અને તે બ્લોકબસ્ટર રહ્યો હતો.

Shah Jina