ધોળા દિવસે વિદેશ જવાની તૈયારી કરી રહેલા યુવકને એક પછી એક 15 ગોળીઓ મારીને કરી નાખી હત્યા, ઘટના થઇ CCTVમાં કેદ, જુઓ વીડિયો

ધોળે દિવસે એક દિગ્ગજ નેતાના ભાઈની ખુલ્લેઆમ થઇ હતી હત્યા, જુઓ CCTV વીડિયો

દેશભરમાં લૂંટ અને હત્યાના બનાવો સતત સામે આવી રહ્યા છે, ઘણી ઘટનાઓ સીસીટીવી અને કેમેરામાં કેદ પણ થઇ જતી હોય છે, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક ઉપર ચાર જેટલા ગુંડાઓ બંદૂક લઈને તૂટી પડે છે અને ધડધડ ગોળીઓ વરસાવવા લાગે છે.

આ ઘટના બની છે મોહાલીમાં જ્યાંના સેક્ટર 71માં લોરેંસ બિશ્નોઇ ગેંગના સદસ્યોએ ગોળીઓ મારી એક યુવકની હત્યા કરી નાખી છે. મૃત્યુ પામેલા સદસ્યનું નામ વિક્રમજીત સિંહ ઉર્ફ વિક્કી મીઠ્ઠું ખેડા જણાવવામાં આવી રહ્યું છે. ગેંગવોર્મ વિક્રમજીતને 15 ગોળીઓ વાગી હોવાનું પણ સામે આવી રહ્યું છે.

વિક્કી સવારે જ પ્રોપર્ટી ડીલર પાસે આવ્યો હતો. જ્યાં પહેલાથી જ ઘાટ લગાવીને હમલાવરો બેઠા હતા. જેવો જ વિકી પોતાની ફોર્ચ્યુનર કારમાં બેસવા માટે આવ્યો કે તરત જ હુમલવારો તેના ઉપર તૂટી પડ્યા અને ધડાધડ ગોળીઓ ચલાવવા લાગ્યા. વિક્કી પોતાનો જીવ બચાવીને અડધા કિલોમીટર સુધી ભાગ્યો. પરંતુ હુમલાવરો તેની પાછળ ભાગતા રહ્યા અને કમ્યુનિટી સેન્ટર સેક્ટર 71ના એક પાર્ક પાસે તેની હત્યા કરી દીધી.

વિક્કી અકાલી દળના નેતા અજય મીઠ્ઠું ખેડાનો નેનો ભાઈ હતો. તે અપરણિત હતો અને આઇએલટીએસની પરીક્ષા  પણ તેને આપી હતી અને તે વિદેશ જવાની તૈયારી કરી રહ્યો હતો. તેમના મહોલ્લામાં આવેલા શિવલિંગ ઉપર કાવડમાંથી પહેલા જળાભિષેક કોણ કરે તેને લઈને બંને જૂથો વચ્ચે સોશિયલ મીડિયામાં વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલામાં જ યુવકની હત્યા કરવાનો અંદાજો છે.

Niraj Patel