અહીં હાઇવે પર ખૂબ જ દર્દનાક અકસ્માત, તેજ રફતાર SUVએ 17 મહિલાઓને કચડી નાખી, 5ના મોત

હાઇવે પર દર્દનાક અકસ્માત: SUVએ 17 મહિલાઓને કચડી નાખી, પાંચના ઘટનાસ્થળે જ મોત, અનેક ગંભીર રૂપે ઘાયલ

મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઇવે પર સોમવારે મોડી રાત્રે એક વાને 17 મહિલાઓને કચડી નાખી. આ મહિલાઓમાંથી પાંચે દમ તોડી દીધો, જ્યારે 12 મહિલાઓ ઘાયલ છે અને તેમની સારવાર ચાલી રહી છે. પુણે શહેરથી લગભગ 50 કિમી દૂર શિરોલી ગામ પાસેની આ ઘટના છે. પોલિસ અધિકારીએ કહ્યુ કે, 2 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા જ્યારે ત્રણ મહિલાઓએ સારવાર દરમિયાન દમ તોડી દીધો. અજ્ઞાત કાર ચાલક ફરાર છે.

આરોપી વિરૂદ્ધ કેસ દાખલ કરી તેની શોધ કરવામાં આવી રહી છે. જાણકારી અનુસાર, બધી મહિલાઓ રસોઇયાનું કામ કરતી હતી. સોમવારે રાત્રે લગભગ 11 વાગ્યે કાર્યક્રમ ખત્મ કરી તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પુણેની બસથી ખરપુરી ફાટા પર ઉતર્યા. આ દરમિયાન રસ્તો ક્રોસ કરતા સમયે અકસ્માત સર્જાયો. પુણે તરફથી આવી રહેલી એક તેજ રફતારે વેને મહિલાઓને ટક્કર મારી દીધી.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના પાલઘરમાં સોમવારના રોજ એક કાર ડ્રાઇવર ટ્રાફિક પોલિસ કોન્સ્ટેબલને ગાડીના બોનટ પર એક કિમી સુધી ફેરવતો રહ્યો. બાદમાં કાર ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી. કાર ચાલક પાસે વૈદ્ય લાયસન્સ નહોતુ, આ માટે તે કાર્યવાહીથી બચવા ભાગી રહ્યો હતો. આ ઉપરાંત જાન્યુઆરી મહિલાના છેલ્લા દિવસે જ મહારાષ્ટ્રના પાલઘરમાં એક ભયંકર રોડ દુર્ઘટના થઇ હતી,

જેમાં 4 લોકોને પોતાના જીવનથી હાથ ધોવો પડ્યો હતો. આ ભીષણ રોડ અકસ્માત પાલઘર જિલ્લાના દહાનૂ એરિયામાં મુંબઇ-અમદાવાદ હાઇવે પર થયો હતો. મુંબઇ-અમદાવાદ હાઇવે પર બસ સાથે એક કારની ટક્કરમાં 4 લોકોના મોત થયા હતા. કાર ગુજરાતથી મુંભઇ જઇ રહી હતી. કાર ચાલક કાર પરનો કંટ્રોલ ખોઇ બેસતા કાર બસ સાથે ટકરાઇ હતી.

Shah Jina