પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં મોટા મોટા હેરસ્ટાઈલીસ્ટો આપે છે ફક્ત 10 રૂપિયામાં વાળ કાપવાની સેવા, જુઓ વીડિયોમાં અંદર કેવી ઉભી કરી છે સુવિધા…

ગુજરાતના અમદાવાદના આંગણે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ ભવ્ય મહોત્સવની અંદર લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને ત્યાંની વ્યવસ્થા અને મેનેજમેન્ટને જોઈને સૌ કોઈ અભિભૂત પણ થઇ રહ્યું છે અને જે પણ આ મહોત્સવની મુલાકાત લે છે તે તેના વખાણ કરતા થાકતું નથી.

આ મહોત્સવમાં સામાન્ય માણસો સાથે સાથે ઘણા બધા સેલેબ્સ અને ઉદ્યોગપતિઓ પણ આવી ચુક્યા છે. આ મહોત્સવની ખાસ વાત એ છે કે તેમાં હજારો હરિભક્તો ખડેપગે આવનારા સૌની સેવામાં ઉભા છે. આ હરિભક્તોમાં ઘણા એવા પણ છે જે ખુબ જ મોટું નામ ધરાવે છે, છતાં બાપાના આ મહોત્સમાં તે બધું જ રેઢું મૂકી અને સેવાકીય કાર્ય કરી રહ્યા છે.

આ મહોત્સવના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તમે જોયા હશે, જેમાં જોવા લાયક ઘણા બધા આકર્ષણો છે, સાથે જ રસોડાનું પણ સુંદર મેનેજમેન્ટ જોવા મળી રહ્યું છે. આ ઉરપટ કેટલીક એવી બાબતો પણ છે જેનાથી હજુ પણ ઘણા લોકો અજાણ છે. આ મહોત્સવમાં મોટા મોટા હેરસ્ટાઈલીસ્ટ પણ સેવા આપી રહ્યા છે.

પ્રમુખનગરની અંદર વાળ કાપવા માટે પણ એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં દેશભરના મોટા મોટા હેરસ્ટાઈલીસ્ટ દ્વારા મુલાકાત લેનારાના હેરકટ કરી આપવામાં આવે છે. ભલે આ હેરસ્ટાઈલીસ્ટ પોતાના સલૂનમાં હજારો રૂપિયામાં વાળ કાપતા હોય પરંતુ અહીંયા તે ફક્ત 10 રૂપિયામાં જ કોઈના પણ હેરકટ કરી આપે છે.

મહોત્સવની અંદર બનાવેલા આ ખાસ સલૂનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે હેરકટ માટેની ઘણી બધી ખુરશીઓ મુકવામાં આવી છે અને તેની આસપાસ મોટામોટા હેરસ્ટાઈલીસ્ટ મુલાકાતીઓના વાળ કાપતા જોઈ શકાય છે. એક એવા જ હેરસ્ટાઈલીસ્ટ માસ્ટર પંકજને પણ વીડિયો બનાવનારના હેરકટ કરતા જોઈ શકાય છે.

આ ઉપરાંત વીડિયોની શરૂઆતમાં બીજા કામો પણ જોઈ શકાય છે, જેમાં જે લોકોને જે કામમાં આવડત છે તે કામ નિઃસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. કોઈ દરજી કામ કરી રહ્યું છે તો કોઈ ચપ્પલ સીવવાનું કામ કરી રહ્યું છે. ત્યારે આ સેવા ભાવના જોઈને સૌ કોઈની હૃદય પણ ગદગદ થતું જોવા મળે છે. મોટા મોટા લોકોને પણ આ રીતે સેવા કરવા જોવા એ પણ એક લ્હાવો છે.

Niraj Patel