ડંડા લઈને પોતાના જ પિતા અને દાદા પર તૂટી પડ્યા બાળકો, આ વિડીયો જોઈને તમારી આત્મા કંપી ઉઠશે

નોર્થ ઇસ્ટ દિલ્હીના સોનિયા વિહારમાં કથિત રીતે સંપત્તિ વિવાદના કારણે બે ભાઈઓ અને તેના બાળકોની વચ્ચે જોરદાર મારપીટ થઇ હતી. વિવાદમાં પરિવારના વડીલ પર તેમના જ બાળકોએ જોરદાર માર માર્યો હતો. ઘરેથી ઝઘડો શરુ થયો અને રસ્તા પર આવી ગયા હતા. મારપીટનો વીડિયો ટ્વિટર પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પ્રોપર્ટીમાં હિસ્સો લેવા માટે પોતાના જ પિતા અને દાદા પર લાકડાના ડંડાથી માર મારતા બાળકોએ તેમને ઘાયલ કરી દીધા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે માર મારવામાં આવી રહ્યો છે. પરિવારના લોકો વડીલ પર જોરદાર મારપીટ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઘટના 20 એપ્રિલની કહેવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પોલીસે બંને ભાઈઓની ફરિયાદ પર ગુનો નોંધીને બંને પરિવારના કુલ 6 લોકોની ધરપકડ કરી લીધી છે. ઝઘડો પ્રેમપાલ અને શ્યામલાલ નામના 2 ભાઈઓની વચ્ચે છે. ઝઘડામાં પ્રદ્યુમન, પ્રેમપાલ અને બલ્લુ ઘાયલ થઇ ગયા છે.

પ્રેમપાલ અને શ્યામલાલ બંને સાગા ભાઈ છે અને બંનેએ પ્રોપર્ટી પર દાવો કરેલો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે મારપીટ દરમ્યાન બાળકોએ પિતા અને દાદાને જોરદાર માર માર્યો હતો. એક પક્ષમાં પ્રદ્યુમન, પ્રેમપાલ અને બબલુ ઘાયલ થયા હતા તો બીજા પક્ષમાં શ્યામલાલ, પ્રદીપ અને પ્રશાંત હતા. બંને પક્ષોમાં મારપીટ થઇ હતી.

હાલમાં આ 6 આરોપી જેલમાં બંધ છે. ઘટના સમયે જાણતા પણ તમાશો જોઈ રહી હતી. ઘટનાની સૂચના મળવા પર SI અમિત કુમાર વારદાત પર પહોંચ્યા હતા ત્યાં સુધી ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. આ મામલે 2 FIR નોંધવામાં આવી છે. પહેલો કેસ શ્યામલાલ, પ્રદીપ અને પ્રશાંત વિરુદ્ધ અને ત્યારબાદ પ્રદીપના નિવેદનના આંધ્ર પર બીજા પક્ષ વિરુદ્ધ પણ મામલો નોંધવામાં આવ્યો હતો.

Patel Meet