એક બે નહિ પરંતુ આ યુવતીને છે 3000 જેટલા બોયફ્રેન્ડ, મહિને કરે છે લાખોની કમાણી, આખો દિવસ કરે છે એવા એવા કામ કે જાણીને દિમાગ ચકરાવે ચઢી જશે

Professional Girlfriend : આજના સમયમાં પૈસા એ દરેક વ્યક્તિની પહેલી જરૂરિયાત છે અને એટલે જ લોકો પૈસા કમાવવા માટે કંઈપણ કામ કરતા હોય છે. ઘણા લોકો મહેનત કરીને પૈસા કમાતા હોય છે તો ઘણા લોકો ખોટા કામ કરતા હોય છે અને ઘણા લોકો એવા પણ હોય છે જે પોતાનું દિમાગ લગાવીને આસાન રસ્તા પણ પૈસા કમાવવા માટે શોધી લેતા હોય છે. ત્યારે પુરુષોની જેમ મહિલાઓ પણ આજના સમયમાં સારી એવી કમાણી કરતી જોવા મળે છે. (Image Credit : Jenna Madison/ Instagram)

“પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ” છે યુવતી :

આજની શિક્ષિત સ્માર્ટ મહિલાઓ વ્યવસાયે એન્જિનિયર, ડૉક્ટર, શિક્ષક, પોલીસ, વકીલ, સીએ, કોમ્યુનિટી હેલ્પર અને બિઝનેસ વુમન જેવા ઘણા ક્ષેત્રોમાં પોતાનું નામ બનાવી રહી છે, પરંતુ આજે અમે તમને એક એવી મહિલા વિશે જણાવવાના છીએ જેના કામ વિશે સાંભળીને જ તમારા હોશ ઉડી જવાના છે કારણ કે આ કોઈ સામાન્ય મહિલાઓ જેવા કામ નથી કરતી પરંતુ આ સુંદર દેખાતી યુવતી એક “પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ છે.”

મહિને કમાય છે 33 લાખ :

આ મોડલનું નામ છે જેના મેડિસન. જેની ઉંમર 30 વર્ષની છે અને તે એક દિવસના એક લાખથી પણ વધુની કમાણી કરી રહી છે. પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ બનતા પહેલા તે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં પણ હતી અને ત્યાં પણ તેને મોટું નામ મેળવ્યું. હવે તે નાના મોટા, અમીર ગરીબ દરેક વ્યક્તિની ગર્લફ્રેન્ડ બની ચુકી છે અને તેના દ્વારા જ તે મહિને 33 લાખથી પણ વધુની કમાણી કરી ચુકી છે.

એકલા પુરુષોની બને છે ગર્લફ્રેન્ડ :

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સીંગલ પુરુષોની ગર્લફ્રેન્ડ બનવું અને તેમની પાસેથી તગડી ફી લેવી એ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત છે. એકલા પુરુષો એટલે કે જેઓ કોઈપણ કારણસર એકલતા અનુભવે છે, તેઓ તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માટે પૈસા ચૂકવે છે. તે તેમની સાથે વાત કરે છે, તેમની સમસ્યાઓ, દુ:ખ અને વેદનાઓ સાંભળે છે.

3000થી વધુ છે બોયફ્રેન્ડ :

મસ્તી મજાક, જોક્સ અને રોમાન્સ તેમની સાથે બધું જ કરે છે, પરંતુ તેમની તમામ સેવાઓ માત્ર ઓનલાઈન છે. ઓનલાઈન સેવાનો અર્થ એ છે કે તે લોકોને મળીને તેની સેવાઓ આપતી નથી, પરંતુ ફોન અને મેસેજ દ્વારા તેના પ્રેમીઓ સાથે જોડાયેલી રહે છે. તેના રફ આઈડિયા અને બેંકની વિગતો મુજબ તેના લગભગ ત્રણ હજાર બોયફ્રેન્ડ છે.

 

Niraj Patel