મલયામલ પ્રોડ્યુસર ગાંધીમથી બાલનનું 66 વર્ષની ઉંમરે નિધન થયુ છે. બુધવાર 10 એપ્રિલે એક પ્રાઇવેટ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમની ફિલ્મ પ્રોડક્શન કંપનીનું નામ ગાંધીમથી હતુ. આ રીતે તેમને ગાંધીમથી બાલનના નામે ઓળખ મળી હતી. ગાંધીમથી બાલન 80ના દાયકામાં મલયાલમ સિનેમામાં મુખ્ય ફિલ્મ નિર્માતા તરીકે જાણીતા હતા.
બાલને માત્ર વીસ વર્ષની ઉંમરે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તે સમયે તે સૌથી યુવા નિર્માતા હતા. તેમણે ‘સુખામો દેવી’, ‘પંચવડી પાલમ’ અને ‘થૂવનથુંબિકલ’ જેવી ઘણી હિટ ફિલ્મો બનાવી હતી. પદ્મરાજન, કેજી, જોર્જ અને જોશી જેવા જાણીતા દિગ્દર્શકોએ તેમની ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. ગાંધીમથી બાલને 33 ફિલ્મો બનાવી છે. જો કે, એક સમય એવો આવ્યો કે તેમણે ફિલ્મોનું નિર્માણ કરવાનું બંધ કરી દીધું.
જો કે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ તોડ્યો નહોતો. થોડા વર્ષો પહેલા બાલને પુત્રી સાથે સાયબર ફોરેન્સિક સ્ટાર્ટઅપ કંપની શરૂ કરી હતી. બાલનના નિધનના સમાચાર ફેલાતાની સાથે જ શોકની લાગણી ફેલાઇ ગઇ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી સિવાય તેમણે બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો. દિવંગત નિર્માતાની કેટલીક સૌથી મોટી હિટ ફિલ્મોમાં કામ કરનાર સુપરસ્ટાર મોહનલાલે તેમના નિધન પર શોક જતાવ્યો.