IPL 2021 Final: CSKને મળ્યા 20 કરોડ રૂપિયા, જાણો KKRને કેટલી મળી રકમ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ IPL-14 ની ફાઇનલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને હરાવીને આઈપીએલ ટ્રોફી જીતી લીધી છે. તેણે IPL નું ચોથું ટાઇટલ જીત્યું. આ પહેલા ચેન્નઈની ટીમ 2010, 2011 અને 2018 માં ચેમ્પિયન બની હતી.

આઇપીએલની 14મી સીઝનની ફાઇનલ પછી, ઇનામોનો વરસાદ થયો છે. ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે. ફાઈનલમાં હારી ગયેલી KKR ની ટીમ 12.5 કરોડ રૂપિયાના ઈનામની હકદાર બની છે.

IPL 2021 માં સૌથી વધુ રન બનાવનાર CSK ના ડેશિંગ ઓપનર ઋતુરાજ ગાયકવાડ (635 રન) એ ઓરેન્જ કપ પર કબજો કર્યો હતો. જેથી તેમને 10 લાખનો ચેક મળ્યો છે. આ સિવાય તેને ઇમર્જિંગ પ્લેયર એવોર્ડ (10,00,000 રૂપિયા) પણ મળ્યો. આઈપીએલ 2021 માં માત્ર બે રનના અંતરથી સૌથી વધુ રન બનાવીને ઓરેન્જ કેપ જીતનાર ઋતુરાજે કહ્યું કે ટીમ ચેમ્પિયન બનતા તેની સિદ્ધિનું મહત્વ વધી ગયું છે.

ગાયકવાડે ટુર્નામેન્ટમાં 635 રન બનાવ્યા, જ્યારે સાથી ઓપનર ફાફ ડુ પ્લેસિસ 633 રન સાથે બીજા સ્થાને રહ્યો. ફાઇનલમાં ચેન્નાઇએ કોલકાતા નાઇટ રાઇડર્સને 27 રનથી હરાવ્યું હતું.

IPL 2021 ક્યાં ખેલાડીને ક્યો એવોર્ડ મળ્યો

  • ઓરેન્જ કેપ – ઋતુરાજ ગાયકવાડ, CSK (10 લાખ રૂપિયા)
  • પર્પલ કેપ – હર્ષલ પટેલ, RCB (10 લાખ રૂપિયા)
  • ઈમેજિંગ પ્લેયર ઓફ ધ યર – રૂતુરાજ ગાયકવાડ, CSK (10 લાખ રૂપિયા)
  • ફેરપ્લે એવોર્ડ – રાજસ્થાન રોયલ્સ (10 લાખ રૂપિયા)
  • સીઝનનો પરફેક્ટ કેચ – રવિ બિશ્નોઈ, PBKS (10 લાખ રૂપિયા)
  • સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સિઝન – શિમરોન હેટમાયર, DC (10 લાખ રૂપિયા)
  • ગેમચેન્જર ઓફ ધ સિઝન – હર્ષલ પટેલ, RCB (10 લાખ રૂપિયા)
  • ક્રેક ઇટ સિક્સ ઓફ ધ સિઝન – કેએલ રાહુલ (10 લાખ રૂપિયા)
  • પાવર પ્લેયર ઓફ ધ સીઝન – વેંકટેશ અય્યર (10 લાખ રૂપિયા)
  • મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર ઓફ ધ સિઝન – હર્ષલ પટેલ (10 લાખ રૂપિયા)
  • રનર અપ – કોલકાતા નાઈટ રાઈડર્સ (રૂ. 12.5 કરોડ)
  • વિજેતા – ચેન્નઈ સુપર કિંગ્સ (20 કરોડ રૂપિયા)

કોણ કેટલીવાર IPL ચેમ્પિયન બન્યું?

  • 1. મુંબઈ ઇન્ડિયન્સ – કેપ્ટન રોહિત શર્મા, 5 વખત (2013, 2015, 2017, 2019 અને 2020)
  • 2. ચેન્નઈ સુપર કિંગ્સ – કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, 4 વખત (2010, 2011, 2018 અને 2021)
  • 3. કોલકાતા નાઈટ રાઈડર્સ – કેપ્ટન ગૌતમ ગંભીર, 2 વખત (2012 અને 2014)
  • 4. સનરાઇઝર્સ હૈદરાબાદ – 1 વખત, (2016) કેપ્ટન ડેવિડ વોર્નર
  • 5. ડેક્કન ચાર્જર્સ – 1 વખત (2009) કેપ્ટન એડમ ગિલક્રિસ્ટ
  • 6. રાજસ્થાન રોયલ્સ – 1 વખત (2008) કેપ્ટન શેન વોર્ન
YC