10 વર્ષ નાના છોકરા જોડે પરણનાર પ્રિયાકે ખોલ્યું એક સિક્રેટ
બોલીવુડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા પોતાના અભિનયના સિવાય પોતાના વ્યક્તિગત જીવન અને પોતાની ગ્લેમરસ અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. પ્રિયંકા અને નિક બોલીવુડમાં રોમેન્ટિક કપલમાના એક માનવામાં આવે છે.
હાલમાં જ પ્રિયંકા એક શો માં પહોંચી હતી અને આ શો માં તેણે પોતાના જીવનના ઘણા ખુલાસાઓ કર્યા હતા. પ્રિયંકાનો આ વિડીયો પણ હાલના સમયમાં ખુબ વાયલર થઇ રહ્યો છે, જેમાં તે કહી રહી છે કે તે શરૂઆતમાં નિક પ્રત્યે ગંભીર ન હતી.
પ્રિયંકાએ કહ્યું કે,’જ્યારે નિકે મને પ્રપોઝ કર્યું ત્યારે હું ગંભીર ન હતી કેમ કે અમારી વચ્ચે ઉંમરનું ઘણું અંતર હતું. હું માત્ર બુકનું કવર જોઈને પુરા પુસ્તકને જજ નથી કરતી. હું ઇમાનદારીથી કહેવા માંગીશ કે મેં નીકને ગંભીરતાથી લીધા ન હતા. નિક મને ડેટ પર લઇ જવા માટે મેસેજ કરતા હતા. હું 35 વર્ષની હતી અને હું લગ્ન અને બાળકો ઇચ્છતી હતી”.
પ્રિયંકાએ આગળ કહ્યું કે,”નીકને મળ્યા પછી હું પુરી રીતે બદલાઈ ગઈ હતી. મેં આજ પહેલા આટલો સમજદાર અને આત્મવિશ્વાસી વ્યક્તિ જોયો ન હતો. મારી ઉપલબ્ધીઓ પર આટલો ખુશ, મારા સપનાઓ પર પણ આટલો ઉત્સાહિત. આવો લાઈફ પાર્ટનર મેં નથી જોયો જે સાચી સાજેદારી નિભાવે.