બોલીવુડનો ભાંડો ફોડ્યો: હું ડરી ગઇ હતી જયારે ફિલ્મમેકરે મને કપડા ઉતારવા કહ્યુ હતુ અને પછી….
પ્રિયંકા ચોપડા હાલમાં જ મશહૂર ઓપરા વિનફ્રેના શો “સુપર સોલ”માં જોવા મળી હતી. આ દરમિયાન પ્રિયંકાએ ઘણા મહત્વના ખુલાસા કર્યા હતા. પ્રિયંકાએ આ દરમિયાન તેના લગ્નથી લઇને પ્રોફેશનલ લાઇફ સુધીના ખુલાસા કર્યા હતા.
આ ઇન્ટરવ્યુમાં તેણે તેના પરિવાર, માતા-પિતા અને પતિ નિક જોનસને લઇને કેટલીક વાતો ખુલીને કરી હતી. આ શોમાં પ્રિયંકાએ બોલિવુડમાં તેના શરૂઆતના દિવસને લઇને વાત કરી હતી. તેણે મહત્વપૂર્ણ ખુલાસો કરતા કહ્યુ કે, એક ફિલ્મમેકરે શરૂઆતના દિવસોમાં તેની સાથે બદસલૂકી કરી હતી. તેને આજ સુધી એ વાતનો પસ્તાવો છે કે, તેણે એ સમયે અવાજ કેમ ના ઉઠાવી.
પ્રિયંકા ચોપડા આજે ગ્લોબલ સ્ટાર છે, તેણે માત્ર બોલિવુડમાં જ નહિ પરંતુ હોલિવુડમાં પણ ઘણુ નામ કમાવ્યુ છે. પ્રિયંકાએ ખુલાસો કરતા કહયુ કે, બોલિવુડમાં શરૂઆતી સમયમાં તેને એક ફિલ્મમેકરે ફિલ્મના સેટ પર હોટ ડાંસ પરફોર્મન્સ માટે અંડરવિયર ઉતારવાનું કહ્યુ હતુ.
જો કે, પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મમેકરનું નામ ઇન્ટરવ્યુમાં લીધુ ન હતું. પરંતુ પ્રિયંકાએ આ ઘટનાના બીજા જ દિવસે ફિલ્મ કરવાની ના કહી દીધી હતી.
પ્રિયંકા ચોપડાએ જણાવ્યુ કે, જયારે હું 9 વર્ષની હતી તો, મારી માતાએ મને જણાવ્યુ હતુ કે, જીવનમાં કંઇ પણ કરો, તુ આર્થિક રીતે પોતાના પર નિર્ભર રહીશ. મને કહ્યુ હતુ કે, બધી જ જગ્યાએ તારી ઇચ્છા જરૂરી હોવી જોઇએ. મને હંમેશા બુલંદ અવાજ માટે પ્રેરિત કરવામાં આવી.
તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપડા 2000માં ‘મિસ ઇન્ડિયા’ અને ‘મિસ વર્લ્ડ’ બની હતી. ‘મિસ વર્લ્ડ’ જીત્યાના 3 વર્ષ બાદ તેણે “ધ હીરો : લવ સ્ટોરી ઓફ એ સ્પાઇ”થી તેના કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તેણે સની દેઓલ અને પ્રીતિ ઝિંટા સાથે કામ કર્યુ હતું.
ત્યાર બાદ તેણે બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પ્રિયંકાએ બોલિવડમાં લગભગ 50 જેટલી ફિલ્મો કરી છે. ફેશન માટે પ્રિયંકાને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.
View this post on Instagram