શું પ્રિયંકા ચોપરા અને વિદેશી નિકના છૂટછેડા થઇ ગયા? ફેન્સમાં હાહાકાર મચી ગયો- જાણો હકીકત

બોલિવૂડ દેશી ગર્લ તરીકે જાણીતી ફેમસ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને હોલિવૂડના મોટા સેલિબ્રિટી નિક જોનાસ અવારનવાર તેમના સોશિયલ મીડિયા ફેસબુકને ઇન્સ્ટાગ્રામ પર કપલ ગોલ્સ આપતા દેખાય છે. પણ ઇન્ટરનેટ પર ચાલી રહેલા સમાચારો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્નજીવનમાં સારું નથી ચાલી રહ્યું.

આ અહેવાલો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા અને નિક છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચાર ત્યારે વાયરલ થયા જ્યારે પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની પ્રોફાઇલમાંથી નિક જોનાસની અટક હટાવી દીધી.

જો પ્રિયંકા અને નિક વચ્ચે બધુ બરાબર છે, તો અચાનક આ શું થઇ રહ્યું છે કે દેશી ગર્લે તેના નામની પાછળથી નિક જોનાસની અટક હટાવવી પડી? એક એક ફેન્સ આ મેટર જાણવા ઉત્સુક છે કે તેની પાછળનું કારણ શું છે? જણાવી દઈએ કે નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકા ચોપરા જોનાસે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર જોનાસ એડ કરીને પોતાનું નામ બદલી નાખ્યું હતું. જો કે પ્રિયંકાએ જોનાસનું નામ હટાવવાના અચાનક પગલાથી તેના ચાહકોને ટેંશનમાં મુકી દીધા છે.

પ્રિયંકાના આ ડિસિઝન પછી થી તેના અને વિદેશી પતિ નિક જોનાસના ફેન્સને એવું લાગવા લાગ્યું છે કે બંને છૂટાછેડા છૂટા તો નથી થવાના ને? જો કે આ સમાચારોને સાચા માનતા પહેલા તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ ભલે તેના નામની પાછળ જોનાસને હટાવી દીધો હોય, પણ પ્રિયંકા અને નિક હજુ પણ એક બીજાને Instagram પર ફોલો કરી રહ્યાં છે. જો બંને વચ્ચે કંઇક બરાબર ન હોત તો કદાચ બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા હોત.

તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2018 માં નિક જોનાસ સાથે લગ્નના ઉમેદ ભવન પેલેસમાં થયા હતા ને લગ્નના બંધનમાં બંધાયા પછી, પ્રિયંકાએ ઇન્ટરનેટમાં વિદેશી પતિ જોનાસને તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાં ઉમેરીને તેનું નામ બદલી નાખ્યું હતું.

જો કે, પ્રિયંકાના આ અચાનક પગલાએ તેના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. પ્રિયંકા કે તેની ટીમે આ મેટરને લઈને કોઈ પ્રતિક્રિયા આપી નથી કે આ બાબતે કંઈપણ કહ્યું નથી, પરંતુ અભિનેત્રીના આ અચાનક પગલાએ ચોક્કસપણે નેટીઝન્સમાં ચર્ચા જગાવી છે કે અભિનેત્રીએ તેનું નામ કેમ બદલ્યું છે.

YC