જયારે પ્રિયંકા ચોપરા ફ્લાઇટમાં ખુબ દારૂ ઢીંચ્યો પછી નશામાં કર્યુ હતુ આ શરમજનક કામ

ઉપ્સ દેશી ગર્લનો મોટો ખુલાસો: પ્લેનમાં ખુબ દારૂ પીને નશો કર્યો અને પછી…

બોલિવુડથી લઇને હોલિવુડ સુધી પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા ઇન્ટરનેશનલ સ્ટાર છે. તેના ચાહકો માત્ર દેશમાં જ નહિ, પરંતુ વિદેશમાં પણ છે. પ્રિયંકા હમણા ભલે બોલિવુડ ફિલ્મોથી દૂર છે, પરંતુ તે ઘણા હોલિવુડ પ્રોજેકટ્સ કરી રહી છે. પ્રિયંંકા તેની સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે, તે હાલમાં જ ફરી એકવાર ચર્ચામાં આવી છે.

પ્રિયંકા ચોપરાનો આ કિસ્સો ત્યારનો છે જ્યારે અભિનેત્રીના લગ્ન થયા ન હતાં અને તે તેનાં અમેરિકન શો ‘ક્વૉન્ટિકો’ને કારણે ફેમસ થઇ ગઇ હતી. પિંકવિલાના એક રિપોર્ટ મુજબ એક ફ્લાઇટ અટેન્ડન્ટે પ્રિયંકાનો આ કિસ્સો શેર કર્યો છે. અટેન્ડન્ટે તેનો એક વીડિયો ઓનલાઇન અપલોડ કર્યો છે જેમાં તે આ મજેદાર કિસ્સો જણાવે છે.

ફ્લાઇટ એટેન્ડન્ટને કહ્યું કે ,પ્રિયંકાએ તે સમયે બ્લડી મેરીની માંગ કરી હતી. તે એક પ્રકારનો દારૂ છે. પ્રિયંકાએ આ ડ્રિંક સાથે હોટ સોસેજ પણ માંગી હતી. આ પછી પ્રિયંકાએ ત્રણ પેગ માર્યા હતા અને તે નશામાં ધૂત થઈ ગઈ હતી. જો કે આ પછી તરત જ પ્રિયંકા સૂઈ ગઈ, પરંતુ તેની આ હરકતથી ફ્લાઇટમાં બેઠેલા તમામ મુસાફરોને ભારે મજા આવી ગઈ હતી અને લોકો હસવા લાગ્યા હતા. તે એક માસૂમ બાળકીની જેમ વર્તન કરતી હતી. આ ઘટનાને લગતો એટેન્ડન્ટ દ્વારા એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો પરંતુ પછીથી તેને ડિલીટ કરવામાં આવ્યો હતો.

હાલમાં પ્રિયંકા ચોપરાએ 74માં બાફ્ટા એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી. પ્રિયંકા તે પસંદીદા કલાકારમાંથી એક છે જેને આ એવોર્ડ શોનાં પ્રેઝન્ટેટર બનવાની તક મળી. પ્રિયંકાએ તેનાં સોશિયલ મીડિયા પેજ પર તે એવોર્ડ ફંક્શનનાં ખુબ બધા ફોટો શેર કર્યા હતાં.

પ્રિયંકા ચોપરા અભિનયની સાથે સાથે ફેશન સેન્સને કારણે પણ ચર્ચામાં છે. પ્રિયંકાએ બ્રિટિશ એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ્સમાં પણ ખાસ ડ્રેસ પહેર્યો હતો જેની તસવીર તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી.

Shah Jina