પ્રિયંકા ચોપરાએ બિકિનીમાં વરસાવ્યો કહેર, આઇલેન્ડ પર વિદેશી પતિ સાથે રોમેન્ટિક થઇને ન પહેરવાનું પહેર્યું

એક બાળકની માં થઈને વિદેશી પતિ નિક જોનસ સાથે બિકીની પહેરીને આપ્યા પોઝ, યુઝર્સ કરવા લાગ્યા ટ્રોલ

પ્રિયંકા ચોપરા અને નિક જોનસની ગણતરી પાવર કપલ્સમાં થાય છે. તેઓ પોતપોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી હંમેશા એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાની તક શોધે છે. તાજેતરમાં જ પ્રિયંકા અને નિક જોનાસ એક આઇલેન્ડ પર વેકેશન મનાવી રહ્યા છે. તેઓ Turks and Caicos Islands પહોંચ્યા હતા. ત્યાં પ્રિયંકા અને નિક જોનાસે બીચ પર સમય વિતાવવાની સાથે ઘણો રોમાંસ પણ કર્યો હતો. પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નિક જોનાસ સાથે વિતાવેલી યાદગાર પળોની કેટલીક સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

બ્લેક બિકી પહેરેલી પ્રિયંકા ક્યારેક નિક જોનાસ સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી તો ક્યારેક તે બીચ પર દોડતી અને નારિયેળ પાણીની મજા લેતી જોવા મળી રહી છે. એક તસવીરમાં પ્રિયંકા યલો બિકી પહેરેલી જોવા મળી રહી છે.તો વધુ એક તસવીરમાં પ્રિયંકા ચોપરા નિકના ગાલ પર કિસ કરતી તો બીજી તસવીરમાં બંને યોટ પર જોવા મળી રહ્યા છે. પ્રિયંકા અને નિકની આ તસવીરો પર 7 કલાકની અંદર જ 9 લાખથી વધુ લાઈક્સ અને ઘણી કોમેન્ટ આવી હતી. ફેન્સથી લઈને સેલેબ્સ પ્રિયંકા અને નિકના વખાણ કરી રહ્યા છે.

રણવીર સિંહે પ્રિયંકા અને નિકની આ તસવીરો પર હાર્ટ એન્ડ આઈ કોમેન્ટરી ઈમોજી બનાવી, જ્યારે ચાહકોએ તેમને ‘લવલી કપલ’ કહી રહ્યા છે. એક વીડિયોમાં પ્રિયંકા સમુદ્રમાં સ્વિમિંગ કરતી પણ જોવા મળી રહી છે. પ્રિયંકા અને નિકનું ડ્રીમી અને રોમેન્ટિક વેકેશન કોઇ ખૂબસુરત સપનાથી કમ નથી.પ્રિયંકા અને નિકની તસવીરો જોઇ એ અંદાજ લગાવી શકાય કે તે બંને એકસાથે ખૂબ જ રોમેન્ટિક સમય વીતાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા આ દિવસોમાં પારિવારિક જીવનનો આનંદ માણી રહી છે. જાન્યુઆરીમાં તે અને નિક જોનસ સરોગસી દ્વારા એક પુત્રીના માતા-પિતા બન્યા હતા. પ્રિયંકા અને નિકે તેમની પુત્રીનું નામ માલતી મેરી ચોપરા જોનસ રાખ્યું છે. માલતી મેરીના જન્મ પછી પ્રિયંકાએ બહુ ઓછા પ્રોજેક્ટ સાઈન કર્યા છે. ગયા વર્ષે તે ધ મેટ્રિક્સ રિસર્ક્શન્સમાં અને હવે તે ફિલ્મ ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મીમાં જોવા મળશે. તે 2023માં રિલીઝ થશે.

પ્રિયંકાએ તાજેતરમાં જ હોસ્પિટૈલિટીની દુનિયામાં પણ પ્રવેશ કર્યો છે. ન્યૂયોર્કમાં તેની પહેલેથી જ એક ભારતીય રેસ્ટોરન્ટ ‘સોના’ છે અને હવે તાજેતરમાં અભિનેત્રીએ ‘સોના હોમ’ના નામે હોમ ડેકોર અને ક્રોકરીનો બિઝનેસ શરૂ કર્યો છે.

Shah Jina