એક જમાનાની બોલીવુડની જાણીતી, ફેમસ અને સુંદર અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી સાસુ બની ગઈ છે. તેના દીકરા અને અભિનેતા પ્રિયાંક શર્મા અને પ્રોડ્યુસર કરીમ મોરાનીની દીકરી શજા મોરાની આગળના શુક્રવારે એકબીજા સાથે લગ્નગ્રંથિથી જોડાઈ ચુક્યા છે.
પ્રિયાંક પ્રિયંકા-શજાના લગ્નમાં અમુક નજીકના મિત્રો અને સગા-સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રિયાંક અને શજાની સગાઈ આગળના ડિસેમ્બર મહિનામાં થઇ હતી જેની જાણકારી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
લગ્ન જો કે એકદમ પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. એવામાં હાલ લગ્નની અમુક તસ્વીરો અને વિડીયો સામે આવ્યા છે. લગ્ન જુહુ સ્થિત ઘરે હિન્દૂ રિવાજના અનુસાર થયા હતા. જો કે લગ્નમાં જુહી ચાવલા, ભાગ્યશ્રી, પૂનમ ઢિલ્લો, અનિલ કપૂર, સની દેઓલ, સૂરજ પંચોલી જેવા જાણીતા લોકો નવવિવાહિત જોડીને આશીર્વાદ આપવા માટે પહોંચ્યા હતા.
પ્રિયાંક-શજા આગળના ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પહેલા તો બંન્નેના કોર્ટ મેરેજ થયા હતા જેના પછી લગ્નની તમામ વિધિઓ શરૂ કરવામાં આવી હતી. લગ્નમાં મા પદ્મિની કોલ્હાપુરી ખુબ જ ખુશ દેખાઈ રહી હતી.
View this post on Instagram
શ્રદ્ધા કપૂર પદ્મિનીની બહેન શિવાંગી કોલ્હાપુરીની દીકરી છે. એવામાં શ્રદ્ધા પણ ખાસ અંદાજમાં માતા-પિતા અને ભાઈની સાથે લગ્નમાં શામિલ થઇ હતી.આ સમયે શ્રદ્ધાએ પીળા રંગની સાડી પહેરી રાખી હતી, જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.
લગ્ન પછી પ્રિયાંક-શજાએ ઘણી તસ્વીરો શેર કરી છે જેમાં તેઓ રોમેન્ટિક મૂડમાં દેખાઈ રહ્યા છે. અમુક તસ્વીરોમાં તેઓ એકબીજા સામે સ્માઇલ કરતા તો અમુકમાં એકબીજાની આંખોમાં આંખ નાખીને જોતા દેખાઈ રહ્યા છે.એક તસ્વીરમાં તેઓ લિપલોક કરતા પણ જોવા મળ્યા છે.
View this post on Instagram
બંન્નેની આવી રોમેન્ટિક તસ્વીર પર ઘણા નામી સિતારાઓએ લગ્નની શુભકામનાઓ આપી હતી. શ્રદ્ધાએ પણ પોતાના ભાઈની તસ્વીર શેર કરી હતી અને શુભકામના આપતા લખ્યું હતું કે,”મુબારક મારા બાબુ ભાઈ પ્રિયાંક શર્મા અને ભાભી. તમારું વિવાહિત જીવન ખુબ સારી રીતે ચાલે”.
જણાવી દઈએ કે પ્રિયાંકે વર્ષ 2013માં શાહિદ કપૂરની ફિલ્મ ફટા પોસ્ટર નિકલા હીરો દ્વારા ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2020માં તે સબ કુશલ મંગલમાં પણ જોવા મળ્યો હતો, જ્યારે શજા ઓલવેઝ કભી કભી અને હેપ્પી ન્યુ યર જેવી ફિલ્મોમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચુકી છે.