22 થપ્પડ મારનારી યુવતીએ રક્ષાબંધનના દિવસે કેબ અલીને લઇને ઉઠાવ્યુ આ પગલુુ, ફરી થઇ રહી છે ચર્ચા

રક્ષાબંધનના દિવસે આ શું કરવા માંગે છે ૨૨ થપ્પડ મારવા વળી યુવતી? પુરી ઘટના જાણીને મગજ ગુમાવી દેશો

રસ્તા વચ્ચે એક કેબ ચાલક પર એક બાદ એક 22 થપ્પડ વરસાવનાર પ્રિયદર્શની ફરી એકવાર ચર્ચામાં આવી છે. રક્ષાબંધનના અવસર પર થપ્પડ ગર્લ પ્રિયદર્શનીએ કેબ ડ્રાઇવર સઆદત અલી સાથે પોતાનો ઝઘડો પતાવવા માટે રાખડી બાંધવાની પહેલ કરી છે. પ્રિયદર્શનીએ તેના ઘરે સઆદત અલી માટે રાખડી અને મીઠાઇ ખરીદીને રાખી છે.

પ્રિયદર્શનીનું કહેવુ છે કે, સઆદત જો ઘરે આવશે તો તે તેનું સ્વાગત કરશે અને તેને રક્ષા સૂત્ર બાંધી એક નવા સંબંધની શરૂઆત કરશે. તમને જણાવી દઇએ કે, કૃષ્ણાનગરના અવધ ચાર રસ્તા પર 30 જુલાઇના રોજ રાત્રે પ્રિયદર્શનીએ કેબ ડ્રાઇવર સઆદત અલીની ખૂબ પિટાઇ કરી હતી. તેનો આરોપ હતો કે રેડ લાઇટ હોવા પર તે જયારે રસ્તો પાર કરી રહી હતી ત્યારે તેને કચડી નાખવાની કોશિશ કેબ ચાલકે કરી હતી.

આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય બની હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ મામલે પોલિસે કેબ ડ્રાઇવર સઆદત અલી અને તેના બે ભાઇઓ સહિત પ્રિયદર્શની વિરૂદ્ધ શાંતિભંગના આરોપમાં કાર્યવાહી કરી હતી. જો કે, બાદમાં કેબ ચાલક પ્રિયદર્શની વિરૂદ્ધ લૂંટ, મારપીટ, ગાલી-ગલોચ, જાનથી મારી નાખવાની ધમકી અને તોડફોન કરવાની એફઆઇઆર દાખલ કરાવી હતી.

Shah Jina