ક્રિકેટર પૃથ્વી શૉએ પપ્પાને ગિફ્ટ કરી BMW કાર, એક સમયે પપ્પાની યમાહા બાઈક પર જતો હતો ક્રિકેટ કોચિંગ ક્લાસ

દીકરો હોય તો આવો….એક સમયે પપ્પા બાઈક પર છોડવા જતા હતા ક્રિકેટ કોચિંગ ક્લાસ, આજે દીકરાએ પિતાનું નામ રોશન કર્યું, લાડલા પપ્પાને આપી અધધધધ મોંઘીદાટ BMW કાર

એક તરફ ઇન્ડિયન પ્રીમિયર લીગની ધમાકેદાર સીઝન ચાલી રહી છે, તો બીજી તરફ ખેલાડીઓ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકોને પણ ઈન્ટરેક્ટ કરી રહ્યા છે. આ વચ્ચે ગત રવિવારના રોજ દિલ્લી કેપિટલ્સના બલ્લેબાજ પૃથ્વી શૉએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે, જેમાં તેણે પોતાના પુરા જીવનને બે તસવીરો દ્વારા દેખાડ્યુ છે.

કેવી રીતે બાળપણમાં માં વગર તેના પિતાએ તેની દેખભાળ કરી હતી અને હવે મોટા થઈને તે પિતાનો આ કર્જ ચૂકવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે અને લોકો તેના આ કામની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. પૃથ્વીએ પોતાના એકાઉન્ટ પર બે તસવીરો શેર કરી છે જેમાંની એક તસવીરમાં તે પિતાના યમાહા બાઈક પર પાછળ બેઠેલો જોવા મળી રહ્યો છે.

તસવીર પરથી લાગી રહ્યું છે કે તેના પિતા પૃથ્વીને ક્રિકેટ કોચિંગ ક્લાસ માટે લઇ જઈ રહ્યા છે, કેમ કે બાઈકની ફ્યુલ ટેન્ક પર ક્રિકેટની કીટ પડેલી દેખાઈ રહી છે. જ્યારે બીજી તસ્વીરમાં પૃથ્વી પોતાના પિતાને નવી BMW 6-Series કાર ગિફ્ટ કરી રહ્યા છે અને ગાડીની સામે પોઝ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર તેની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે અને તેને અત્યાર સુધીમાં 1.7 લાખથી પણ વધારે લાઇક્સ મળી ચુકી છે. ચાહકો તેને પૃથ્વીની જ મહેનતનું પરિણામ જણાવી રહ્યા છે.પૃથ્વીના ટીમમેટ રહી ચૂકેલા શિખર ધવને પણ કમેન્ટ કરતા લખ્યું કે,”ખુબ જ સરસ ભાઈ તારા પર ગર્વ છે’ જ્યારે એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે,”હાર્ડ વર્ક”.જણાવી દઈએ કે પૃથ્વીનું જીવન ખુબ જ સંઘર્ષ ભરેલું રહ્યું હતું,

પૃથ્વી જ્યારે ચાર વર્ષના હતા ત્યારે તેની માંનું નિધન થઇ ગયું હતું. માત્ર ત્રણ વર્ષની ઉંમરે પિતાએ ક્રિકેટ એકેડેમીમાં તેનું એડમિશન કરાવ્યું હતું. પિતા ઇચ્છતા હતા કે તે મોટો થઈને ક્રિકેટર બને, તે પ્રેક્ટિસ કરવા માટે રોજના 2 કલાક સફર કરીને મુંબઈમાં વિરારથી ચર્ચગેટ સુધી સુધી જતા હતા.એવામાં પૃથ્વીએ પણ કઠોર પરિશ્રમ કરીને પિતાનું સપનું પૂર્ણ કર્યું હતું.

Krishna Patel