બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પોતાના વિદેશી પતિ અને બાળકો સાથે આ સુપ્રસિદ્ધ મંદિરમાં ટેકવ્યું માથું, વીડિયો થયો વાયરલ

પહેલીવાર પોતાના બંને બાળકો જય અને જીયાને હાટેશ્વર મંદિરમાં લઈને આવી પ્રીતિ ઝિન્ટા, વિદેશી પતિએ પણ ટેકવ્યું માથું, જુઓ

Preity Zinta Shimla Hateshwari Mata Temple : બોલીવુડના કલાકારો (bollywood celebrity) હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. તેઓ તેમના ફિલ્મી કેરિયર અને અભિનય ઉપરાંત તેમની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતા હોય છે. ઘણા કલાકારો એવા છે જેમને આજે ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું છે. છતાં તે લોકોની વચ્ચે હંમેશા છવાયેલા રહેતા હોય છે. ત્યારે એવી જ એક બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા (Preity Zinta ) પણ ચાહકોની વચ્ચે જોડાયેલી રહે છે.

પ્રીતિ ઝિન્ટા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેની તસવીરો અને વીડિયો શેર કરતી જોવા મળે છે. હાલમાં જ પ્રીતિ ઝિંટાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં અભિનેત્રી પોતાના બાળકો જય અને જિયા સાથે માતા હાટેશ્વરીના દર્શન કરવા માટે પહેલીવાર શિમલા પહોંચી છે. તેની સાથે તેનો પતિ જીન ગુડઇનફ પણ જોવા મળી રહ્યો છે.

પ્રીતિની તસવીરો જોયા બાદ લોકો તેના પરિવારના ખૂબ વખાણ કરી રહ્યા છે. તસ્વીરોમાં તમે જોઈ શકો છો કે પ્રીતિ અને જીને જય અને જિયાને પોતાના ખોળામાં લીધા છે અને તેઓ મંદિરની ઘંટડી વગાડતા જોવા મળે છે. પ્રીતિ અને જીને શિવલિંગ પર જળ ચઢાવ્યું અને ભગવાનની પ્રાર્થના કરતા જોવા મળ્યા.

આ સિવાય પ્રીતિ ઝિન્ટાએ પણ પરિવાર સાથે સેલ્ફી લીધી હતી.આ તસવીરો શેર કરતાં પ્રીતિએ કેપ્શનમાં લખ્યું: જ્યારે હું નાની હતી, ત્યારે હું ઘણીવાર હિમાચલ પ્રદેશના શિમલાના હાટકોટીમાં આવેલા હાટેશ્વર માતાના મંદિરે જતી હતી. આ મંદિરે તેના બાળપણમાં મોટી ભૂમિકા ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

તેણીએ લખ્યું કે તેણી હંમેશા આ મંદિર સાથે ખૂબ જોડાયેલી અનુભવે છે. હવે જ્યારે હું એક માતા છું, તે સ્વાભાવિક હતું કે મારા બાળકોએ પ્રથમ મંદિરની મુલાકાત લીધી તે આ અતુલ્ય અને પ્રાચીન મંદિર હતું. અહીં અમારા પ્રવાસની એક ઝલક છે. મને ખાતરી છે કે જય અને જિયાને આ સફર યાદ નહીં હોય, તેથી અમારે ફરી પાછા આવવું પડશે

Niraj Patel