માથા પર તિલક, ગળામાં માળા પહેરીને કામાખ્યા દેવીના મંદિરમાં માથું ટેકવવા પહોંચી પ્રીતિ ઝિન્ટા, વીડિયો થયો વાયરલ, જુઓ

જગ વિખ્યાત કામાખ્યા દેવીના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી પ્રીતિ ઝિંટા, શેર કર્યો પોતાનો અનુભવ, કહ્યું, “આખી રાત…”

હાલ આખો દેશ ક્રિકેટમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે. કારણ કે હાલ ક્રિકેટનો મહાસંગ્રામ આઇપીએલ ચાલી રહી છે. આઇપીએલની કેટલીક ટીમોના માલિક બોલીવુડના મોટા મોટા સિતારાઓ પણ છે અને તેઓ પણ પોતાની ટીમના જીત માટેની પ્રાર્થનાઓ કરતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયમાં ઘણા બધા ક્રિકેટરો અને બોલીવુડના સેલેબ્સ પણ જગ વિખ્યાત મંદિરોમાં માથું ટેકવતા જોવા મળ્યા.

ત્યારે હાલમાં જ બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા પણ કામાખ્યા દેવીના મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ભલે સ્ક્રીનથી દૂર હોય, પરંતુ લાઇમલાઇટમાં ઘણી રહે છે. પ્રીતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલા અપડેટ્સ શેર કરતી જોવા મળે છે.

પ્રીતિ ઝિન્ટા હાલમાં જ કામાખ્યા દેવીના દર્શન કરવા ગુવાહાટી પહોંચી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરીને આ જાણકારી આપી છે. મંદિરની મુલાકાત લેવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. પ્રીતિ ઝિન્ટાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરેલા વીડિયોમાં તે ગુવાહાટીના કામાખ્યા મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. આ દરમિયાન પ્રીતિ પિંક કલરનો સૂટ પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેણે સ્કાર્ફથી માથું ઢાંકેલું હતું.

વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, “ગુવાહાટી જવાનો મારો એક ઉદ્દેશ્ય પ્રખ્યાત કામાખ્યા દેવી મંદિરની મુલાકાત લેવાનો હતો. ભલે અમારી ફ્લાઇટ કેટલાંક કલાકો સુધી મોડી પડી અને હું આખી રાત જાગી, પણ જ્યારે હું મંદિરમાં પ્રવેશી ત્યારે જાણે બધો જ સંઘર્ષ અને બધી જ મહેનત રંગ લાવી હતી. જ્યારે હું ત્યાં ગઈ ત્યારે મને ખૂબ સારું લાગ્યું. શાંતિનો અનુભવ થયો.”

આ સાથે પ્રીતિ ઝિંટાએ લખ્યું, ‘શાંતિ અને કૃતજ્ઞતાની આ ક્ષણો આસપાસની તમામ અરાજકતા અને નિર્ણયો માટે બનાવે છે અને તેના માટે આભારી બનો. જો તમે ક્યારેય ગુવાહાટી જાવ તો આ ભવ્ય મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. તમે આ માટે પછીથી મારો આભાર પણ માની શકો છો. જય મા કામાખ્યા – માતા દેવીની જય.”

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

પ્રીતિ ઝિન્ટાએ શેર કરેલી ક્લિપમાં નજીકની દુકાનો અને એક તળાવની ઝલક પણ દેખાઈ રહી છે. વિડિયો કોલાજમાં પ્રીતિને કામાખ્યા મંદિરની મૂર્તિ એક સંત પાસેથી ભેટ સ્વરૂપે પ્રાપ્ત કરતી જોઈ શકાય છે. જણાવી દઈએ કે પ્રીતિ તેના પતિ જીન ગુડનફ સાથે યુએસમાં રહે છે. તેઓએ 29 ફેબ્રુઆરી 2016 ના રોજ લોસ એન્જલસમાં લગ્ન કર્યા. દંપતીને બે બાળકો છે – જય અને જિયા.

Niraj Patel