મનોરંજન

ખુલ્લા વાળ, લાલ લિપસ્ટિ અને મોટી ઇયરિંગ સાથે ખુબ જ સુંદર જોવા મળી કરીના, વધેલા પેટને આ રીતે જોવા મળી સાચવતા

પગમાં સોજા ચડી ગયા છે અને ખીલી ઉઠી કરીના ખાન, જુઓ તસવીરો

બોલીવુડની ખુબ જ સુંદર અભિનેત્રી કરીના કપૂર હાલ પોતાની પ્રેગ્નેન્સીના દિવસોની મજા માણી રહી છે. કરીના ખૂબ જ ટૂંકા સમયમાં પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે. ત્યારે આ દરમિયાન કરીના અલગ અલગ જગ્યાએ સ્પોટ થતી જોવા મળે છે.

રવિવારના રોજ કરીના પોતાના ઘરની બહાર ખુબ જ ગોર્જીયસ લુકમાં નજર આવી હતી. આ દરમિયાન તે પોતાના મન ગમતા આઉટફિટ એટલે કે પ્રિન્ટેડ કફ્તાનમાં જોવા મળી હતી. લાલ લિપસ્ટિક, મોટા મોટા ગોળ ઇયરિંગ અને ખુલ્લા વાળની અંદર કરીનાની સુંદરતા પણ ઉડીને આંખે વળગે તેવી હતી.

કરીનાના આ ઓવર લુકને જોઈને એમ જ લાગી રહ્યું હતું કે તે કોઈ પાર્ટીમાં હજારી આપવા માટે જઈ રહી હતી. સામે આવેલી તસવીરોમાં કરીના સુંદર તો દેખાતી જ હતી સાથે તેના ચહેરા ઉપર એક ખુશી પણ નજર આવી રહી હતી.

કરીના આ દરમિયાન પોતાની ફિટનેસનું પણ ખુબ જ ધ્યાન રાખે છે. છેલ્લા ઘણા સમયથી કરીના સતત ચર્ચામાં રહે છે. તેના બેબી બમ્પ સાથેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

થોડા સમય પહેલા જ તેને એક યોગા ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં કરીનાની ફિટનેસ દેખાઈ રહી હતી. સાથે તેને પોતાનો બેબી બમ્પ પણ ખુબ જ સુંદર અંદાજમાં ફ્લોન્ટ કર્યો હતો.

આ બધા વચ્ચે જ સોશિયલ મીડિયામાં એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કરીના દીકરાને જન્મ આપશે કે દીકરીને ? આ વિશે ઘણા ચાહકોનું એમ પણ માનવું છે કે તૈમુરને એક બહેન મેળવી જોઈએ. એક જ્યોતિષે ભવિષ્યવાણી કરીને જણાવ્યું હતું કે કરીના દીકરીને જન્મ આપવા જઈ રહી છે.