જુઓ વીડિયો: પ્રિ-વેડિંગ માટે કહી પણ ? ડૉક્ટરે મંગેતર સાથે નકલી સર્જરી કરી પ્રી-વેડિંગ શૂટ કરવું પડ્યું ભારે..

કર્ણાટકની સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં તેની મંગેતર સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ ડૉક્ટર માટે મોંઘું સાબિત થયું છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન શુક્રવારે ડૉક્ટરને નોકરી માંથી કાઢી મુખ્ય છે. આ ઘટના ચિત્રદુર્ગ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં બની હતી.

કહ્યું, “સરકારી હોસ્પિટલો જનતાની સેવા કરવા માટે જ છે, અંગત કામ માટે નહીં. હું આવી અનુશાસનને સહન કરીશ નહીં.” તેણે અન્ય કર્મચારીઓને પણ આ પ્રકારનું વર્તન ન કરવા જણાવ્યું હતું.

વીડિયો વાયરલ, ડોક્ટર સસ્પેન્ડ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારબાદ તે ડોક્ટરને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો. આ અંગે હોસ્પિટલે કહ્યું, “અમે એક મહિના પહેલા કોન્ટ્રાક્ટના આધારે નેશનલ હેલ્થ મિશન (NHM) દ્વારા મેડિકલ ઓફિસર તરીકે તેમની નિમણૂક કરી હતી. પ્રશ્નમાં આવેલ ઓપરેશન થિયેટર હાલમાં બિનઉપયોગી છે અને તેનું નવીનીકરણ ચાલી રહ્યું છે. તે સપ્ટેમ્બરથી કાર્યરત નથી.”

ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ અનુસાર, રાવે કહ્યું, “તમામ ડોકટરો, સ્ટાફ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ માર્ગદર્શિકા અનુસાર તેમની ફરજો નિભાવવી પડશે. મેં સંબંધિત ડોક્ટરો અને અધિકારીઓને પહેલાથી જ નિર્દેશ આપ્યો છે કે સરકારી હોસ્પિટલોના પરિસરનો દુરુપયોગ ન કરે.” તેમણે કહ્યું છે કે આવી ઘટનાઓને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયોમાં જોઈ શકાય છે કે અભિષેક દર્દીની સર્જરી કરી રહ્યો છે, જ્યારે તેનો મંગેતર તેની સામે ઉભો છે અને તેની મદદ કરી રહ્યો છે. નજીકમાં ઉભેલા અન્ય ટેકનિશિયન હસી રહ્યા છે અને જે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું છે તે પણ બેસે છે અને જોરથી હસવા લાગે છે. જો કે, વિડિયોમાં દેખાતો દર્દી કે ટેકનિશિયન હોસ્પિટલનો અસલી દર્દી કે ટેકનિશિયન નથી, પરંતુ તેને માત્ર વીડિયો શૂટ માટે જ ડોળ કરવામાં આવ્યો હતો.

Parag Patidar