દુનિયાના સૌથી નાના બોડી બિલ્ડરે કર્યા લગ્ન, 4 વર્ષ પહેલા શરૂ થઇ હતી પ્રેમ કહાની

માણસનું કદ હંમેશા તેના હોંસલાથી માપવામાં આવે છે ના કે તેની લંબાઇ અને ખૂબસુરતીથી. આવો જ કમાલ એક 3.3 ફૂટના પ્રતીક મોહિતે કર્યો. 28 વર્ષિય પ્રતીકનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં દુનિયાના સૌથી નાના બોડી બિલ્ડરના રૂપમાં દર્જ છે. હાલમાં જ કેટલાક સમય પહેલા પ્રતીકે લગ્ન કર્યા છે, જેની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે પણ આવ્યા હતા. પ્રતીક પોતાના લગ્નની રસ્તોમાં ડાન્સ કરતો પણ જોવા મળે છે.

જણાવી દઇએ કે, પ્રતીકના ઇન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધારે ફોલોઅર્સ છે અને તેની લાંબાઇ 3.3-3.4 છે. જો કે, તેની પાર્ટનર જયાની લંબાઇ 4.2 ફૂટ છે. પ્રતીકે 2021માં વિશ્વના સૌથી નાના બોડી બિલ્ડરનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનો ખિતાબ જીત્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રતીક 28 વર્ષનો છે અને જયા 22 વર્ષની છે. પ્રતિક ચાર વર્ષ પહેલા જયાને મળ્યો હતો. પ્રતીકના પિતાએ જ તેનો પરિચય જયા સાથે કરાવ્યો હતો.

પ્રતિક મોહિતેને પહેલી જ નજરમાં જયા ગમી ગઇ હતી અને પણ તેણે જયા સાથે લગ્ન કરવા માટે ઘણો લાંબો સમય લગાવ્યો. પ્રતીકે 13 માર્ચના રોજ જયા સાથે લગ્ન કર્યા હતા. વાસ્તવમાં પ્રતિક ઇચ્છતો હતો કે તે પહેલા સેટલ થઇ જાય અને પછી જયા સાથે લગ્ન કરે. પ્રતિક યોગ્ય આવક મેળવવાના પ્રયાસમાં વ્યસ્ત હતો. કદમાં નાનો હોવાને કારણે તેની સામે ઘણા પડકારો હતા.

ત્યારબાદ પ્રતિક બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં સફળ થવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પ્રતિકે 2012માં બોડી બિલ્ડીંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પહેલા તેની ઊંચાઈને કારણે, તેને કસરત કરવામાં અને જીમના સાધનો પકડવામાં મુશ્કેલી પડતી હતી. પરંતુ, તેણે આ બધી પરેશાનીઓથી હાર ન માની અને સખત મહેનત ચાલુ રાખી. તેણે સૌપ્રથમ 2016માં બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

પ્રતીકે 2021માં વિશ્વના સૌથી નાના બોડી બિલ્ડરનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સનો ખિતાબ જીત્યો. તેણે કહ્યું કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું ટાઇટલ મેળવવું મારું સપનું હતું. આ સિદ્ધિ મેળવવી એ મારા માટે સન્માનની વાત છે. હું ખૂબ જ ખુશ છું અને અત્યાર સુધીની આ મારી કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. પ્રતીકે કહ્યુ કે, જ્યારે મને લાગ્યું કે હું મારા પગ પર ઉભો રહી શકું છું, ત્યારે મેં જયા સાથે લગ્ન કર્યા.

પ્રતિકને જ્યારે પૂછવામાં આવ્યું કે જયા કઈ વાનગી સારી બનાવે છે, તો તે કહે છે કે જ્યારે હું જયાના ઘરે ગયો ત્યારે તેણે ખૂબ જ સારું દેશી ભોજન બનાવ્યું હતું જે બધાને પસંદ હતું. આજે મારા ઘરે જયનો પહેલો દિવસ છે, તેથી તે રસોઈ બનાવશે. મેં સાંભળ્યું છે કે તે ખૂબ સારી વેજ બિરયાની બનાવે છે.

Shah Jina