ચંદ્રયાન 3ને લઈને ISROએ આપી મોટી અપડેટ, પ્રજ્ઞાન રોવરનો થયો આ મુસીબત સામે સામનો અને પછી થયું એવું કે… જુઓ

પજ્ઞાન રોવરનો પહેલો મુશ્કેલ પડાવ થયો પાર, ઇસરોએ પણ લીધા રાહતના શ્વાસ, જુઓ કેવી રીતે ચંદ્ર પર કામ કરી રહ્યું છે ચંદ્રયાન

Pragyan rover encounters crater on Moon : ચંદ્રયાન-3 મિશન યોગ્ય રસ્તા પર ચાલી રહ્યું છે. ઈસરોના જણાવ્યા અનુસાર, રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર પ્રથમ અવરોધ પાર કરી લીધો છે. રોવરે લગભગ 100 મીમીનો ક્રેટર પાર કર્યો. ચંદ્રયાન-3 મિશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલે કહ્યું કે પ્રજ્ઞાનને ચંદ્ર પર અનેક પડકારોનો સામનો કરવો પડશે. ISROએ રવિવારે વિક્રમ લેન્ડર પર ChaSTE મોડ્યુલનો ડેટા જાહેર કર્યો છે. આનાથી ચંદ્રની સપાટી પર અને ઊંડા જવા પર તાપમાનમાં તફાવત સમજાવવામાં આવ્યો.

ચંદ્રનું તાપમાન શોધ્યું :

એવું જાણવા મળ્યું હતું કે ચંદ્રની સપાટીનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ છે. 8 સેમી ઊંડા જવા પર, તાપમાન -10 ડિગ્રી સુધી ઘટી જાય છે. આ સાથે જ ઈસરોના ચીફ એસ.સોમનાથે કહ્યું કે ચંદ્રની જેટલી તસવીર આપણી પાસે છે તેટલી કોઈ પાસે નથી. તેમણે ચેતવણી આપી હતી કે થોડી ભૂલને કારણે મિશન નિષ્ફળ થઈ શકે છે. ઈસરોના વડાએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ સાઈટને ‘શિવ શક્તિ’ નામ આપવામાં પણ કોઈ વાંધો નથી તેમ જણાવ્યું હતું.

100mmનો ક્રેટર પાર કર્યો :

ચંદ્રયાન-3નું રોવર ‘પ્રજ્ઞાન’ 100mm ક્રેટર પાર કર્યો છે. આ બનતાની સાથે જ બેંગ્લોરમાં ઈસરો કંટ્રોલ રૂમમાં બેઠેલા વૈજ્ઞાનિકોએ રાહતનો શ્વાસ લીધો. અત્યારે રોવરને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ચંદ્રયાન-3ના પ્રોજેક્ટ ડાયરેક્ટર પી વીરમુથુવેલના જણાવ્યા અનુસાર, ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાનને બિંદુ A થી B સુધી લઈ જવામાં અનેક પગલાં સામેલ છે. દરેક રૂટના આયોજન માટે, ઓનબોર્ડ કેમેરામાંથી ડેટા બેંગલુરુમાં ISRO નિયંત્રણ કેન્દ્રમાં ડાઉનલોડ કરવામાં આવે છે.

આ રીતે કરે છે કાર્ય :

આ ડેટામાંથી ડિજિટલ એલિવેશન મોડલ (DEM) બનાવવામાં આવે છે. ગ્રાઉન્ડ અને મિકેનિઝમ ટીમો પછી નક્કી કરે છે કે કયો રસ્તો લેવો અને રોવરને અનુસરવાનો આદેશ આપે છે. રોવરની હિલચાલની કેટલીક મર્યાદાઓ છે. દરેક વખતે જ્યારે નેવિગેશન કેમેરા ચિત્ર મોકલે છે, ત્યારે પાંચ મીટર સુધીનો DEM બનાવી શકાય છે. આનો અર્થ એ છે કે જ્યારે પણ રોવરને ખસેડવાનો આદેશ આપવામાં આવે છે, ત્યારે તે મહત્તમ પાંચ મીટરનું અંતર કાપી શકે છે.

Niraj Patel