MBA છોડીને શરૂ કર્યો ચાનો સ્ટોલ, તમે સપનામાં નહિ વિચાર્યું હોય એટલા કરોડો રૂપિયાની કમાણી, IIMએ પણ બોલાવ્યો

અમદાવાદમાં ચાય વાલાએ MBA છોડીને શરૂ કર્યો ચાનો સ્ટોલ, 4 વર્ષમાં કરોડો રૂપિયા…જાણો પુરી કહાની

કહેવાય છે કે જો મન મક્કમ હોય અને જુસ્સાથી ભરેલું હોય તો કોઈપણ કામ અશક્ય નથી. લોકો સફળ થવાના ઘણા સપનાઓ જોતા હોય છે પણ અફસોસ કે દરેકના સપનાઓ પૂર્ણ થતા નથી. સપનાઓ પૂર્ણ કરવા માટે પોતાની જાત પર વિશ્વાસ હોવો ખુબ જરૂરી છે. જો પોતાની જાત પર જ વિશ્વાસ ન હોય તો સહેલું કામ પણ અઘરું લાગવા લાગે છે. પ્રયત્ન કરીશું તો જ સફળતા-અસફળતાની જાણ થશે, નસીબના ભરોસે બેસી રહેવા વાળાને કઈ નથી મળતું. આવું જ એક ઉદાહરણ પ્રફુલ બિલોરેનું છે જેણે એક સપનું જોયું અને તેને સફળ કરી બતાવ્યું.આવો તો જાણીએ પ્રફુલની સફળતાની કહાની.

22 વર્ષના પ્રફુલની ઓળખ આજે એમબીએ ચાયવાલાના રૂપમાં થાય છે. પ્રફુલ પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ પોતાની કારકિર્દી એમબીએમાં બનાવવા માંગતો હતો. પણ એમબીએમાં અસફળતા મળ્યા પછી તેને અહેસાસ થયો કે તેના ભાગ્યમાં કંઈક બીજું જ લખેલું છે.જેના પછી પ્રફુલે એમબીએનો અભ્યાસ છોડીને રસ્તા પર ચાની લારી લગાવી અને ચા વહેંચવાનું શરૂ કરી દીધું.આજે પ્રફુલ ચા દ્વારા કરોડોની કમાણી કરી રહ્યો છે. પ્રફુલે અહીં સુધી પહોંચવા માટે ઘણા સંઘર્ષ કર્યા હતા.

તેની સફળતાની કહાની એક સોશિયલ મીડિયા પેજ પર શેર કરવામાં આવી હતી, જેમાં પ્રફુલે કહ્યું કે,”ખુબ મહેનત અને તમામ કોશિશો કર્યા પછી પણ તે કેટ પરીક્ષામાં સારો સ્કોર ન કરી શક્યો તો તે નિરાશ થઈ ગયો, અને મેં એડમિશન માટે શહેરોમાં ભટકવાનું શરૂ કર્યું. મારા માતા-પિતા ઇચ્છતા હતા કે હું બસ એક ડિગ્રી મેળવી લઉ. અંતે અમદાવાદ આવીને મેં અહીં જ સ્થાઈ થવાનો નિર્ણય લીધો અને મને એક રેસ્ટોરેન્ટમાં પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ.

માતા પિતાની ઈચ્છાને લીધે મેં એમબીએમાં એડમિશન પણ લઇ લીધું અને સાથે સાથે નોકરી પણ કરી. જો કે હું વ્યાપાર કરવા માંગતો હતો પણ તેને શરૂ કરવા માટે મારી પાસે પુરતા પૈસા પણ ન હતા.એવામાં એક દિવસ મેં ચા વાળા સાથે વાત કરી જેના પછી મે નક્કી કર્યું કે હું ચા નો સ્ટોલ ખોલીશ”. પહેલા દિવસે પ્રફુલ માત્ર એક જ કપ ચા વહેંચી શક્યો હતો. પ્રફુલે જે દૂધ ખરીદ્યુ તે ખરાબ થઇ ગયું હતું અને બીજી ચા વધારે મીઠી થઇ ગઈ હતી.

પહેલો દિવસ પ્રફુલ માટે ચુનૌતી પૂર્ણ રહ્યો હતો. જો કે ધીમે ધીમે પ્રફુલનું કામ સારું ચાલવા લાગ્યું અને તે મહિનાના 15,000 રૂપિયા કમાવવા લાગ્યો, જેના પછી પ્રફુલે એમબીએનો અભ્યાસ વચ્ચે જ છોડી દીધો. પ્રફુલના આ કામથી માતા-પિતા પણ નારાજ થયા હતા, પણ પ્રફુલે કોઈની પણ પરવાહ કર્યા વિના પોતાના કામ પર ફોક્સ કરવાનું ઉચિત સમજ્યું.

આખરે પ્રફુલને ‘એમબીએ ચાયવાલા’ના રુપમા ઓળખ મળી ગઈ અને તેને લગ્નમાં ચા પીરસાવના પણ ઓર્ડર મળવા લાગ્યા.જ્યારે પ્રફુલે 2 વર્ષ પછી પોતાનું કૈફે ખોલ્યું, તો તેના માતા પિતાને તેના પર ખુબ ગર્વ થયો. પ્રફુલ પાસે હવે પુરા દેશમાં ફ્રેન્ચાઈજી છે અને તેને IIM જેવા મોટા સંસ્થાનોમાં પણ આમંત્રિત કરવામાં આવે છે. ચાનો બિઝનેસ શરૂ કર્યાના ચાર વર્ષોની અંદર તેણે 3 કરોડ રૂપિયા કમાઈ લીધા હતા અને દેશભરમા પ્રશંસાને પાત્ર બન્યો હતો.

Krishna Patel