મોબાઈલ ચાર્જિંગ કરવા દરમિયાન જ ફાટ્યું પાવર બેંક, જોરદાર ધમાકા સાથે ઘરના પતરા પણ તૂટી ગયા, યુવકનું થયું દર્દનાક મોત

મોબાઈલ ફોન જેવા ઇલેક્ટ્રિક ગેજેટ ફાટવાના કારણે કેટલાય લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. હાલ આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ઉમરીયા જિલ્લામાં બની છે, જ્યાં મોબાઈલ ચાર્જિંગ કરતી વખતે જ ઘરની અંદર પાવર બેંક ફાટ્યું હતું. અને જોરદાર ધમાકો થયો. ધમાકો એટલો જોરદાર હતો કે ઘરના છાપરા ઉપર રહેલા પતરા પણ તૂટી ગયા.

ઘરની દીવાલો ઉપર પણ ધમાકાના નિશાન છે. તો મોબાઈલ ચાર્જિંગ કરી રહેલ યુવક પણ ગમ્ભીર રીતે ઘાયલ થઇ ગયો હતો, જેના બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

આ સમગ્ર ઘટના ઉમરીયા જિલ્લાના છપરૌડ ગામની છે. ગામનો 28 વર્ષીય યુવક રામ સાહિલ સવારે સાડા સાત વાગે પાવર બેંકથી મોબાઈલ ચાર્જ કરી રહ્યો હતો. આ દરમિયાન તેને મોબાઈલ હાથમાં પકડ્યો હતો અને અચાનક પાવર બેંકમાં જબરદસ્ત ધમાકો થયો અને ઘરમાં ભાગદોડ મચી ગઈ.

ધમકાના કારણે છાપરાના પતરા પણ તૂટી ગયા. સાથે જ ઘણી જગ્યાએ દીવાલ પણ તૂટી ગઈ. યુવક ઘરમાં ખરાબ રીતે જખ્મી થઈને પડી ગયો. આ દુર્ઘટના બાદ પરિવારજનો યુવકને હોસ્પિટલ લઈને ગયા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.

ઘટના બાદ ગામમાં પણ ભયનો માહોલ છે. તો હજુ સુધી એ જાણવા નથી મળી રહ્યું કે પાવર બેંક કઈ કંપનીની હતી. ઘટના બાદથી જ પાવર બેંકની ગુણવત્તા ઉપર સવાલ ઉભા થઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉમરીયા મધ્ય પ્રદેશનું એક છેવાડાનું ગામ છે, ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની તકલીફ રહે છે. ગામના લોકો જેના કારણે પાવર બેંકનો ઉપયોગ કરે છે, જણાવવામાં આવી રહ્યું છે કે આ પાવર બેંક સ્થાનિક બજારમાંથી સસ્તી કિંમત ઉપર ખરીદવામાં આવ્યું હતું. જેની કોઈ ગેરંટી નથી હોતી.

Niraj Patel