PUBG હત્યાકાંડ : પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં જે આવ્યુ તે સાંભળી રૂંવાડા ઊભા થઇ જશે, લાશમાં કીડા…

PUBGની વાત પર દીકરાએ જે માતાની હત્યા કરી, તે માતાની પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં શું મળ્યુ ?લાશ સડી ચૂકી હતી, તેમાં કીડા પડવા લાગ્યા અને…

5 જૂન રવિવારના રોજ યુપીના લખનઉમાં એક 16 વર્ષના સગીર છોકરાએ તેની માતાની હત્યા કરી. પરંતુ હત્યાના સમાચાર 8 જૂનના રોજ બહાર આવ્યા હતા. આ મામલો સામે આવ્યો બાદ દીકરાની પૂછપરછ કરવામાં આવી હતી અને તેણે તેનો ગુનો પણ કબૂલ્યો હતો. સાધનાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ 8 જૂનની સાંજે કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છોકરાએ તેના ફૌજી પિતાની લાયસન્સવાળી રિવોલ્વરથી માતાના જમણા કાન પર રાખી ગોળી મારી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હત્યા બાદ છોકરો 2 દિવસ અને 3 રાત સુધી માતાના મૃતદેહ સાથે ઘરે રહ્યો હતો. ઘરે મિત્રો સાથે ફિલ્મ જોઈ. અંડા કરી ખાધી અને પાર્ટી પણ કરી. મિત્રોએ પૂછ્યું કે માતાએ ક્યાં છે તો તેણે કહ્યું કે તો કાકાના ઘરે ગઈ છે. તેણે નાની બહેનને પણ ધમકી આપી હતી કે જો માતા વિશે કંઈ કહીશ તો તને પણ મારી નાખીશ. મૃતક સાધના સિંહની ઉંમર 40 વર્ષ છે. લાશનુ પોસ્ટમોર્ટમ 8 જૂને ત્રણ ડૉક્ટરોની પેનલે લખનઉના પોસ્ટમોર્ટમ હાઉસમાં કર્યું હતું. આ પેનલમાં બે પુરૂષ ડોકટરો અને એક મહિલા ડોકટરનો સમાવેશ થતો હતો. પોસ્ટમોર્ટમની સમગ્ર પ્રક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતુ.

સાધનાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યુ છે કે, સાધનાને આંખથી 2 સેમી દૂર માથાની જમણી બાજુએ ગોળી વાગી હતી. એક્સ-રેમાં સ્પષ્ટ છે કે આ ગોળી મગજનું હાડકું તોડીને ડાબી બાજુથી નીકળી હતી. મગજમાં કોઈ ગોળી અટકી ન હતી. મૃતદેહને 3 દિવસ જેટલો રાખવાના કારણે તે ખરાબ રીતે સડી ગયો હતો. તેમાં કીડા પણ પડવા લાગ્યા હતા. લાશમાંથી ભયંકર દુર્ગંધ આવી રહી હતી. પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરોએ સ્લાઈડ ફોરેન્સિક લેબમાં ટેસ્ટ માટે મોકલી આપી છે. વિસેરાને પણ સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

આ સિવાય પોલીસે છોકરાનો મોબાઈલ અને લેપટોપ તેમજ ઘરમાંથી સેમ્પલ પણ કબજે કરી ફોરેન્સિક સાયન્સ લેબમાં મોકલી આપ્યા છે. સાધનાના પતિ નવીન, તેની દસ વર્ષની પુત્રી અને પરિવારના કેટલાક સભ્યો પોસ્ટમોર્ટમ હાઉસમાં એકઠા થયા હતા. દીકરી બહુ ડરી ગઈ. તેણે માતાના મૃતદેહ સાથે ત્રણ દિવસ વિતાવ્યા હતા. પોલીસે હત્યારા દીકરાને બુધવારે સાંજે જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાંથી તેને ચિલ્ડ્રન્સ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યો હતો.

Shah Jina