બસ અને કાર સામ સામે અથડાતા કારનો બુકડો બોલાઈ ગયો, મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો રસ્તો… જુઓ તસવીરો

એક જ પરિવારના ચાર લોકો પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવા પોરબંદર જતા હતા ત્યાં જ રસ્તમાં મળ્યું કમકમાટી ભર્યું મોત.. જુઓ ઘટનાના રૂંવાડા ઉભા કરી દેનારા દૃશ્યો

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે. આવા કેટલાય રોડ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે તો કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે. કેટલાય એવા પણ અકસ્માત સર્જાતા હોય છે જેમાં કાળની ચપેટમાં આખો પરિવાર હોમાઈ જતો હોય છે. હાલ એવા જ એક અકસ્માતની ઘટના પોરબંદર ખંભાળિયા હાઇવે પરથી સામે આવી છે. જ્યાં એક બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો.

આ ગમખ્વાર અકસ્માતની અંદર 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જયારે 8 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં 2 લોકોના મોત નિપજ્યા અને 6 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. આ અકસ્માત પોરબંદર-ખંભાળિયા વચ્ચે આવેલા ત્રણ માઈલ અને દેગામ વચ્ચે સર્જાયો હતો. જેમાં ખંભાળિયા તરફ જતી ખાનગી બસ અને પોરબંદર તરથી આવી રહેલી કાર આમને સામને ટકરાયા હતા.

અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા. આ ગમખ્વાર અકસ્માત થતાની સાથે જ લોકોના ટોળા પણ બચાવ માટે આવી પહોંચ્યા હતા અને સાથે પોલીસને પણ જાણ થતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેના બાદ પોલીસ અને સ્થાનિક લોકોની મદદ દ્વારા 108 મારફતે ઇજાગ્રસ્તોને પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલાઈ ગયો હતો. કારમાં સવાર 2 લોકોના તો ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જયારે અન્ય બે લોકોને ગંભીર રીતે ઘાયલ થતા તેમને રાજકોટ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. જ્યાં તેમના પણ મોત નિપજ્યા હતા. સાથે જ બસમાં સવાર 6 પેસેન્જરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. કારમાં સવાર પરીર કિંદરખેડા ગામનો વતની હતો અને તે પોરબંદર શહેરમાં પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરાવવા માટે જઈ રહ્યો હતો ત્યારે જ આ અકસ્માત સર્જાયો હતો.

Niraj Patel