27 વર્ષીય મોટી સેલિબ્રિટીનું હોટલમાં ભોજન કરતા સમયે થયું અચાનક મોત, લાખો ફેન્સ થયા ભાવુક

સોશિયલ મીડિયા પરથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં 27 વર્ષીય લોકપ્રિય ઈન્ફ્લુએન્સર કેરોલ એકોસ્ટાનું ન્યૂયોર્કની એક હોટલમાં અચાનક અવસાન થયું. સોશિયલ મીડિયા પર ‘કિલાડામેંટે’ તરીકે ઓળખાતી કેરોલ તેની નાની બહેન સાથે હોટલમાં ડિનર કરી રહી હતી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ અને અસ્વસ્થતાનો અનુભવ થયો.

થોડી જ વારમાં તેની તબિયત બગડી અને તે બેભાન થઈ ગઈ. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.કેરોલની નાની બહેને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેની બહેનના મૃત્યુની પુષ્ટિ કરી અને લખ્યું, “બહેન હું તને હંમેશા પ્રેમ કરીશ. ભગવાનનો આભાર માનું છું કે મારી પાસે તમારા જેવી મોટી હૃદયવાળી બહેન હતી. તમે શાંતિથી આરામ કરો.” આ પોસ્ટ પછી, સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ અને યુઝર્સ તરફથી ઉદાસી કોમેન્ટ્સનું પૂર આવ્યું છે.

કેરોલના પિતરાઈ ભાઈએ પણ આ દુઃખદ ઘટના વિશે માહિતી આપી હતી. તેણે કહ્યું, “તે સામાન્ય રીતે ખાતી હતી અને અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. અમને લાગ્યું કે કદાચ તેને સ્ટ્રોક આવ્યો હશે. અમે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા, પરંતુ અમે તેને બચાવી શક્યા નહીં.”

કેરોલ એકોસ્ટા તેની બોડી પોઝીટીવીટી કન્ટેન્ટ માટે પ્રખ્યાત હતી અને તેણે આ મુદ્દે ઘણી બધી પોસ્ટ શેર કરી હતી. તે તેની નાની ઉંમરે લોકોને પ્રેરણા અને મદદ કરતી હતી. હવે તેમના નિધનથી માત્ર તેમનો પરિવાર જ નહીં પરંતુ તેમના લાખો ફેન્સ પણ ઘેરા શોકમાં છે.

Devarsh