આ ભાઈએ કરોડો રૂપિયાની લક્ઝુરિયસ કાર તો ખરીદી લીધી પરંતુ વીમો ના કઢાવ્યો, પછી ટ્રાફિક પોલીસે કર્યા એવા હાલ કે…

ઘણા લોકોને આપણે જોયા છે કે તેમને મોંઘી મોંઘી ગાડીઓ રાખવાનો શોખ હોય છે, તેમના આ શોખ માટે તેઓ કરોડો રૂપિયા પણ ખર્ચી નાખતા હોય છે. ઘણા લોકોને ગોલ્ડન કારનો પણ શોખ હોય છે અને તેના માટે તે લક્ઝુરિયસ કાર ઉપર સોનાની પરત પણ ચઢવતા હોય છે, ત્યારે હાલ એક વ્યક્તિએ કરોડોની કાર તો ખરીદી પરંતુ વીમો ના કરાવ્યો અને તેનું પરિણામ ભોગવવું પડ્યું.

સોશિયલ મીડિયાએ ઘણા લોકોને સ્ટાર બનાવી દીધા છે અને તેઓ કરોડપતિ પણ બની ચૂક્યા છે. આમાંથી એક છે પૂયાન મોખ્તારી, જે હાલમાં જ અન્ય પ્રકારના ખબરોથી ચર્ચામાં આવ્યો છે. પૂયાન પાસે ગોલ્ડન મેકલેરેન છે જે ટ્રાફિક પોલીસે જપ્ત કરી લીધી છે. કારણ કે આ કાર વીમા વિના ચલાવવામાં આવી રહી હતી.

આ સોશિયલ મીડિયા સ્ટારના ઈન્સ્ટાગ્રામ પર 60 લાખ ફોલોઅર્સ છે અને તેની પાસે મેકલેરેન સેન્ના છે જેની કિંમત 7.5 કરોડ રૂપિયા છે. ટ્રાફિક પોલીસે 25 ફેબ્રુઆરીએ ડોવરમાં તેની કાર જપ્ત કરી હતી.  એક મીડિયા વેબસાઈટના રિપોર્ટ અનુસાર પૂયાન મોખ્તારી ઈરાનનો રહેવાસી છે અને તેની ઉંમર 31 વર્ષ છે. તેની કુલ સંપત્તિ 1.88 અબજ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.

આ વાત થોડી હાસ્યાસ્પદ છે કે આટલા પૈસા હોવા છતાં તેણે તેની કારનો વીમો કરાવ્યો નથી. ધ સનના અહેવાલ મુજબ, મેકલેરેનની ટોપ સ્પીડ 334 કિમી પ્રતિ કલાક છે, આ કાર કંપની તેની ઝડપી કાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેની કારને રેસ ટ્રેક પર તોફાની ઝડપે સરળતાથી ચલાવી શકાય છે. રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ કાર બ્રિટનમાં જપ્ત કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Pooyan Mokhtari (@pooyanmokhtari)

મીડિયા રિપોર્ટ અનુસાર જ્યારે ટ્રાફિક પોલીસને આ કારની કિંમત વિશે ખબર પડી તો તેઓ પહેલા તો વિશ્વાસ જ ન કરી શક્યા. આ કાર લગભગ એક અઠવાડિયા સુધી યાર્ડમાં ઊભી રહી, ત્યારબાદ ટ્રક તેના પીકઅપ માટે આવ્યો અને આ કારને પેરિસ લઈ ગયો. પોલીસે માહિતી આપી હતી કે જ્યારે કાર જપ્ત કરવામાં આવી ત્યારે ડ્રાઈવર પાસે કારનો વીમો નહોતો. આ કામ 25 ફેબ્રુઆરીએ સાંજે 6 કલાકે કરવામાં આવ્યું હતું.

Niraj Patel