‘મારે પબ્લિસિટીની કોઇ જરૂરી નથી’, મોતના કાંડ પછી પૂનમ પાંડેએ કર્યો નવો ખુલાસો, મગજ હલી જશે જાણીને

Poonam Pandey: બૉલીવુડની ફેમસ મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડેએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના જ મોતની ખોટી અફવા ફેલાવી હતી. મૃત્યુ થઇ ગયું એવા નકલી સમાચાર ઇન્સ્ટામાં શેર કર્યાના પછી એક દિવસ પછી પૂનમ પાંડે એક વિડિયો શેર કરી અને જણાવ્યું કે તે જીવે છે અને આ ખોટી વાત તેણે કેન્સર જેવી બીમારી પ્રત્યે જાગૃતતા ફેલાય તે માટે કરી હતી.

જોકે પૂનમ પાંડે ગમે તે કહે પરંતુ તેણે કરેલા આ સ્ટંટ પછી તેના ચાહકો થી લઈને ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટી પણ તેનાથી નારાજ છે. દરેક વ્યક્તિ પૂનમ પાંડેની આ હરકતને ખૂબ જ ખરાબ ગણાવી રહી છે.

બોલીવુડની ટોપ મોડલ-હિરોઈન પૂનમ પાંડેએ આખરે તેના ફેક ડેથ સ્ટંટ પર ટ્રોલિંગ પર તેનું મૌન તોડ્યું છે. હા, પૂનમ પાંડે કહે છે કે ન તો તેને પબ્લિસિટી માટે આ કર્યું છે અને ન તો PRતેમાં સામેલ છે. હવે આપણે જાણીએ કે પૂનમે તેના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવ્યા પછી થયેલી ટ્રોલિંગ પર તેના બચાવમાં શું કહ્યું?

એક અહેવાલ મુજબ, પૂનમ પાંડેએ હાલમાં જ આ અંગે રિએક્શન આપ્યું છે. તે કહે છે કે મારી માતાને ગળાનું કેન્સર હતું, મેં જોયું છે કે તે કેટલું પીડાદાયક અને મુશ્કેલ છે. પૂનમ કહે છે કે આ એક સારા હેતુ માટે કરવામાં આવ્યું છે, કારણ કે આ એક એવી બીમારી છે જેને રોકી શકાય છે, પરંતુ તેના કારણે ઘણી મહિલાઓ પોતાનો જીવ ગુમાવે છે.

આગળ બૉલીવુડ હિરોઈન પૂનમ પાંડે કહે છે કે મને પબ્લિસિટીની કોઈ જરૂર નથી કે આ બધું એના માટે કરવામાં આવ્યું નથી. હું જાણતી હતી કે હું આવા રિએક્શનનો સામનો કરીશ, પરંતુ મેં તે માત્ર જાગૃતિ અને સારા હેતુ માટે કર્યું, જે સફળ થયું અને લોકો હવે તેના વિશે વાત કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે એમની પીઆર ટીમ આમાં સામેલ નથી.

 

YC