હોળી પર બોલ્ડ લુકમાં જોવા મળી પોતાના મોતની ખોટી ખબર ફેલાવનાર પૂનમ પાંડે…જુઓ તસવીરો અને વીડિયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂનમ પાંડે હોળીમાં બોલ્ડ અંદાજમાં જોવા મળી. એક્ટ્રેસ પૂનમ પાંડે હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ વર્ષે પણ તેણે હોળી ખૂબ ધામધૂમથી ઉજવી. તેણે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક સુંદર તસવીરો અને વીડિયો શેર કર્યો છે. આ ઉપરાંત તેનો વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે હોળીનો છે.

આ દરમિયાન તે ડીપનેક વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી રહી છે અને તેણે આ સમયે ગોગલ્સ પણ કેરી કર્યા છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. તે પેપરાજી સાથે હોળી રમી રહી છે અને બધાને રંગ લગાવી રહી છે.પૂનમે શેર કરેલી તસવીરોની વાત કરીએ તો, તેમાં તે સલવાર સૂટમાં રંગોથી રંગાયેલી જોવા મળી રહી છે. આ દરમિયાન તે કેમેરા સામે હસતી પોઝ આપી રહી છે.

જણાવી દઇએ કે, પૂનમ પાંડે અવાર નવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. પૂનમ પાંડેએ 9 સપ્ટેમ્બર 2020ના રોજ સેમ બોમ્બે ઉર્ફે સેમ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. આ સમાચારે તમામ ચાહકોને હચમચાવી દીધા હતા. જો કે, બંનેના લગ્ન કેટલાક જ દિવસમાં તૂટી ગયા હતા.

હાલમાં જ પૂનમ પાંડે ખૂબ વિવાદોમાં રહી હતી, તેણે સર્વાઇકલ કેન્સરને કારણે તેના મૃત્યુની અફવા ફેલાવી અને પછી બીજા દિવસે એક વિડિયો જાહેર કરીને કહ્યું કે તે જીવિત છે. તેણે આ પબ્લિસિટી સ્ટંટ કેન્સરની જાગૃતિ ફેલાવવા માટે કર્યો હતો.

પબ્લિસિટી સ્ટંટમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખનાર પૂનમ પાંડેને હવે આખો દેશ જાણે છે. પૂનમ વ્યવસાયે મોડલ છે, તેણે ઘણા વર્ષો પહેલા મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તેને જોઈએ એવી લાઇમલાઇટ ન મળી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

આ પછી 11 માર્ચ 1991ના રોજ કાનપુરમાં જન્મેલી પૂનમ પાંડેએ 2011 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન જાહેરાત કરી હતી કે જો ટીમ ઈન્ડિયા જીતશે તો તે બધાની સામે તેના તમામ કપડાં ઉતારી દેશે. જો કે પૂનમે ટીમ ઈન્ડિયાની જીત બાદ પાછળથી એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે તેના કપડા ઉતારતી જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)

Shah Jina