કંગનાના શોમાં પૂનમ પાંડેએ રડતા રડતા કહ્યુ- મહિનાઓથી પીરિયડ્સ…

ધ્રુસકેને ધ્રુસકે રડી બોલીવુડની ફેમસ અભિનેત્રી, કહ્યુ- મહિનાઓથી પીરિયડ્સ…

કંગના રનૌતના શો લોક અપમાં જબરદસ્ત ડ્રામા ચાલી રહ્યો છે. ફિનાલે વીકમાં આવવા માટે સેલેબ્સ એકબીજાને સખત સ્પર્ધા આપી રહ્યા છે. કંગનાની જેલમાં સ્પર્ધકો વચ્ચેની મિત્રતા થોડી જ ક્ષણોમાં દુશ્મનીમાં ફેરવાઈ જાય છે. શોમાં પૂનમ પાંડે મુનવ્વર સાથે ખાસ બોન્ડ શેર કરે છે. પરંતુ ટિકીટ ટુ ફિનાલે ટાસ્કમાં મુનવ્વર પૂનમને ટાસ્કમાંથી બહાર કાઢવાનું પ્લાનિંગ કરતો જોવા મળ્યો. શોની શરૂઆતથી જ પૂનમ પાંડે મુનવ્વર, અંજલિ અને સાયેશા શિંદેની સારી મિત્ર છે. પરંતુ તેમ છતાં આ બધા લોકોએ પૂનમને ટાસ્કમાંથી બાકાત કરી અને કારણો આપીને કહ્યું કે પૂનમ પોતે શો છોડવા માંગે છે અને શોમાં તેનું સૌથી ઓછું યોગદાન છે, તેથી તેઓ તેને ટાસ્કમાંથી બાકાત રાખવા માંગે છે.

મિત્રોના આ કારણ પર, પૂનમ પાંડેએ પોતાની જાતને સ્પષ્ટતા કરી કે તેને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે, જેના કારણે તે અગાઉ સારું પ્રદર્શન કરી શકી ન હતી. ઉલ્લેખનીય છે કે, પૂનમ પાંડેએ પણ ‘લોક અપ’માં તેના પતિ દ્વારા મારપીટ અને શોષણની કહાની સંભળાવી હતી. ત્યાં, મુનવ્વર ફારુકી પહેલેથી જ પરિણીત અને એક બાળકનો પિતા હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. પૂનમ પાંડે અને મુનવ્વર ફારૂકી વચ્ચે સારું બોન્ડ છે અને બંને સાથે ઘણી વાતો કરતા જોવા મળે છે. પરંતુ જ્યારે પૂનમને ખબર પડી કે મુનવ્વર ફારૂકી તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે, ત્યારે તે રડી પડી.

‘ટિકિટ ટુ ફિનાલે’ ટાસ્ક દરમિયાન મુનવ્વર પૂનમ પાંડે વિરુદ્ધ પ્લાનિંગ કરતો જોવા મળ્યો હતો. મુનવ્વર ઉપરાંત પૂનમ પાંડે ‘લોક અપ’માં અંજલિ અરોરા અને સાયશા શિંદે સાથે પણ સારી મિત્રતા ધરાવે છે. પરંતુ ત્રણેય મળીને પૂનમ પાંડેને ‘ટિકિટ ટુ ફિનાલે’ ટાસ્કમાંથી બહાર કરી દીધી. મિત્રો પાસેથી મળેલા આ દગાને કારણે પૂનમ પાંડે ખરાબ રીતે ભાંગી પડી હતી. તેની આંખોમાંથી આંસુ નીકળી ગયા, જેને તે છુપાવી રહી હતી. સ્પષ્ટતા આપતાં પૂનમ પાંડેએ કહ્યું કે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહી છે. પૂનમ પાંડેને મહિનાઓથી પીરિયડ્સ નથી આવ્યા અને તેથી જ તે અગાઉના ટાસ્કમાં પોતાનું 100% આપી શકી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by ALTBalaji (@altbalaji)

મુનવ્વર ફારૂકી પ્રિન્સ નરુલા સાથે પૂનમ પાંડેની પીરિયડની સમસ્યા વિશે ચર્ચા કરતા જોવા મળે છે. તે કહે છે કે પૂનમ પીરિયડ્સ વિશે ખોટું બોલી રહી છે કારણ કે એક અઠવાડિયા પહેલા એક ટાસ્ક જીત્યા બાદ પૂનમ પાંડેએ મુનવ્વરને કહ્યું હતું કે તેને ટાસ્ક દરમિયાન પીરિયડ્સ આવે છે પરંતુ તેમ છતાં તેણે પોતાનું બેસ્ટ આપ્યું હતું. બાદમાં પૂનમ સ્મોકિંગ એરિયામાં બેસીને રડતી જોવા મળી હતી. બાદમાં મુનવ્વરને મોટો આંચકો લાગ્યો જ્યારે સાયેશા શિંદે અને અંજલિ અરોરાએ મળીને તેને ‘લોક અપ’માંથી બહાર કાઢવાનો નિર્ણય કર્યો. મુનવ્વર રડવા લાગ્યો કારણ કે સાયશા અને અંજલી તેના મિત્રો હતા અને તેણે તેની સાથે દગો કર્યો હતો.

Shah Jina